• T20 વર્લ્ડકપની પ્રથમ મેચ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાઈ
  • USAએ T20I ક્રિકેટમાં તેનો સૌથી મોટો રન ચેઝ કર્યો છે
  • એરોન જોન્સને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો

T20 વર્લ્ડકપ 2024 શરૂ થઈ ગયો છે. પ્રથમ મેચ યજમાન યુએસએ અને કેનેડા વચ્ચે રમાઈ હતી. યુએસએ આ મેચમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ મેચમાં USAએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેનો સૌથી મોટો રન ચેઝ માત્ર 17.4 ઓવરમાં હાંસલ કર્યો હતો. T20 વર્લ્ડકપમાં યુએસએની આ પ્રથમ જીત છે. ચાહકો આ ઐતિહાસિક જીતને ભૂલી શકશે નહીં. યુએસએની જીતનો હીરો એરોન જોન્સ હતો, જેણે મેચમાં વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.

યુએસએ આ મેચ 7 વિકેટે જીતી હતી

આ મેચમાં યુએસએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા કેનેડાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. કેનેડા તરફથી બેટિંગ કરતી વખતે નવનીતે સૌથી વધુ 61 રનની ઇનિંગ રમી હતી. નવનીતે પોતાની ઇનિંગ દરમિયાન 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય નિકોલસ કિર્ટને 51 રન બનાવ્યા હતા. અમેરિકા તરફથી બોલિંગ દરમિયાન અલી ખાન, હરમીત સિંહ અને કૌરી એન્ડરસને 1-1-1 વિકેટ લીધી હતી.

યુએસએએ રચ્યો ઈતિહાસ

કેનેડાએ આપેલા 196 રનના ટાર્ગેટને માત્ર 17.4 ઓવરમાં હાંસલ કરીને યુએસએએ ઈતિહાસ રચ્યો હતો. અમેરિકા તરફથી બેટિંગ કરતા એરોન જોન્સે સૌથી વધુ 94 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન એરોન જોન્સે 4 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન એરોનનો સ્ટ્રાઈક રેટ 235 હતો. આ સિવાય એન્ડ્રીસ ગસે 65 રન બનાવ્યા હતા. એન્ડ્રીસે પોતાની ઇનિંગ દરમિયાન 7 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી. યુએસએ માટે તોફાની ઇનિંગ્સ રમનાર એરોન જોન્સને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

T20 વર્લ્ડકપનો ત્રીજો સૌથી મોટો રન ચેઝ

અમેરિકાએ કેનેડાને હરાવ્યું અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ત્રીજો સૌથી વધુ રન ચેઝ હાંસલ કર્યો. ટુર્નામેન્ટના 230 રનનો સૌથી મોટો રન ચેઝ ઇંગ્લેન્ડે 2016માં દક્ષિણ આફ્રિકા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કર્યો હતો.

  • 230 રન - ઇંગ્લેન્ડેએ દક્ષિણ આફ્રિકા સામે, વાનખેડે, 2016
  • 206 રન- દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે , જોબબર્ગ, 2007
  • 195 રન- યુએસએ કેનેડા સામે, ડલ્લાસ, 2024
  • 193 રન- વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે, વાનખેડે, 2016
  • 192 રન- ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે , ગ્રોસ આઇલેટ, 2010

T20 ઇન્ટરનેશનલમાં અમેરિકાનો સૌથી મોટો રન ચેઝ

  • 195 રન- વિ કેનેડા, ડલ્લાસ, 2024 (T20 વર્લ્ડકપ 2024)
  • 169 રન- વિ કેનેડા, હ્યુસ્ટન, 2024
  • 155 રન- વિ જર્સી, બુલાવાયો, 2022
  • 154 રન- વિબાંગ્લાદેશ, હ્યુસ્ટન 2024

T20 ઇન્ટરનેશનલમાં અમેરિકાની સૌથી મોટી ભાગીદારી

  • 131 રન - એન્ડ્રીસ ગુસ અને એરોન જોન્સ વિ કેનેડા, ડલ્લાસ, 2024
  • 110 રન- સુશાંત મોદાણી અને ગજાનંદ સિંહ વિ આયર્લેન્ડ, લોડરહિલ, 2021
  • 104 રન- મોનાંક પટેલ અને સ્ટીવન ટેલર વિ કેનેડા, હ્યુસ્ટન, 2024
  • 104 રન- નીતિશ કુમાર અને કોરી એન્ડરસન વિ કેનેડા, હ્યુસ્ટન, 2024

T20 વર્લ્ડકપની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા

અમેરિકાનો એરોન જોન્સ T20 વર્લ્ડ કપની એક ઇનિંગમાં 10 કે તેથી વધુ સિક્સર મારનાર બીજો બેટ્સમેન બન્યો છે. આ આંકડો સૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે સ્પર્શ્યો હતો.

  • 11 સિક્સર- ક્રિસ ગેલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે, 2016
  • 10 સિક્સર- ક્રિસ ગેલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, જોબર્ગ, 2007
  • 10 સિક્સ- એરોન જોન્સ વિરુદ્ધ કેનેડા, ડલ્લાસ, 2024
  • 8 છગ્ગા- રેલી રોસો વિરુદ્ધ બાંગ્લાદેશ, સિડની. 2022

T20 વર્લ્ડકપમાં એક ઓવરમાં સૌથી વધુ રન ખર્ચવાનો રેકોર્ડ

T20 વર્લ્ડ કપ 2024ની અમેરિકા સામે રમાયેલી પ્રથમ મેચમાં કેનેડાના જેરેમી ગોર્ડને 14મી ઓવરમાં 33 રન ખર્ચ્યા હતા. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં આ બીજી સૌથી મોંઘી ઓવર બની છે. ટૂર્નામેન્ટની સૌથી મોંઘી ઓવર 2007માં સ્ટુઅર્ટ બ્રોડે ફેંકી હતી, જ્યારે ભારતના યુવરાજ સિંહે સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. બ્રોડે 36 રન ખર્ચ્યા હતા.

  • 36 રન: સ્ટુઅર્ટ બ્રોડ વિરુદ્ધ ભારત, ડરબન, 2007
  • 33 રન: જેરેમી ગોર્ડન વિરુદ્ધ યુએસ, ડલ્લાસ, 2024
  • 32 રન: ઇઝાતુલ્લા દૌલતઝાઈ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કોલંબો, આરપીએસ
  • 30 રન: બિલાવલ ભાટી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, મીરપુર, 2014.

  • Follow us on: