• ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત કરી
  • ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાને મહત્વની જવાબદારી મળી છે
  • હાર્દિક પંડ્યા તેના પર્ફોર્મન્સને કારણે ઘણો ટ્રોલ પણ થયો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાને મહત્વની જવાબદારી મળી છે. પંડ્યા IPL 2024માં ખરાબ પ્રદર્શનથી સંઘર્ષ કરી રહ્યો છે. તેમ છતાં BCCIએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પંડ્યા તેના પર્ફોર્મન્સને કારણે ઘણો ટ્રોલ પણ થયો હતો.

મુંબઇનો કેપ્ટન છે હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે અને તે ટીમનો કેપ્ટન પણ છે. પરંતુ હાર્દિક બેટિંગની સાથે બોલિંગમાં પણ કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે 9 મેચમાં 197 રન બનાવ્યા છે. આ સાથે 4 વિકેટ પણ લીધી છે. પંડ્યા પહેલા રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હતો. પરંતુ હવે તેની જગ્યાએ હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી છે. આ કારણે પંડ્યાને પણ ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેના ખરાબ પ્રદર્શન છતાં BCCIએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પંડ્યાને ટીમ ઈન્ડિયામાં શા માટે સ્થાન મળ્યું?

પંડ્યાને T20 વર્લ્ડકપ 2024ની ટીમમાં સ્થાન મળવાના ઘણા કારણો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી વખત જોરદાર પ્રદર્શન કર્યું છે. પંડ્યા અનુભવી છે અને તેણે ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે મેચ વિનિંગ પ્રદર્શન આપ્યું છે. આ જ કારણ છે કે બોર્ડે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પંડ્યાને ટી20 વર્લ્ડકપ 024 માટે ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

કેવો છે પંડ્યાનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ?

હાર્દિકે ટી20 ફોર્મેટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 92 T20 ઈન્ટરનેશનલ મેચમાં 1348 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. પંડ્યાએ આ ફોર્મેટમાં 73 વિકેટ પણ લીધી છે. એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4 વિકેટ અને 16 રન આપવાનું રહ્યું છે. પંડ્યાનો વનડે ફોર્મેટમાં પણ સારો રેકોર્ડ છે.

  • Follow us on: