ઘીમી પિચ ઉપર બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડની ટીમે ગ્રૂપ-એની લીગ મેચમાં પાકિસ્તાનને એકતરફી અંદાજમાં પાકિસ્તાનને 54 રનથી હરાવને આઇસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બીજી તરફ ભારત બહાર થઇ જતાં હરમનપ્રીત કૌરની ટીમના અભિયાનનો નિરાશાજનક અંત આવી ગયો હતો.
ગ્રૂપ-એમાં તમામ ચારેય મેચ જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયા અગાઉથી અંતિમ-4 માટે ક્વોલિફાઇ થઇ ચૂક્યું છે. ન્યૂઝીલેન્ડના છ વિકેટે 110 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ 11.4 ઓવરમાં માત્ર 56 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. એમિલિયા કર્રે ત્રણ તથા ઇડન કાર્સને બે વિકેટ હાંસલ કરી હતી. ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં સૂઝી બેટ્સને 28 રન મુખ્ય રહ્યા હતા.










