• 151ના લક્ષ્યાંક સામે સ્કોટલેન્ડે 13.1 ઓવરમાં ત્રણ વિકેટે 153 રન ફટકાર્યા

  • ગ્રૂપ-બીના પોઇન્ટ ટેબલમાં સ્કોટલેન્ડ ત્રણ મેચમાંથી બે જીતીને ટોચના ક્રમે પહોંચી ગયું
  • સ્કોટલેન્ડની જીત સાથે ઇંગ્લેન્ડની મુશ્કેલી વધી

ટી20 વર્લ્ડકપમાં ઓમાન-સ્કોટલેન્ડ વચ્ચેની મેચમાં સતત ત્રીજી હાર સાથે ઓમાનની ટીમ સુપર-8 માટેની રેસમાંથી બહાર ફેંકાઇ ગઇ છે. ગ્રૂપ-બીના પોઇન્ટ ટેબલમાં સ્કોટલેન્ડ ત્રણ મેચમાંથી બે જીતીને ટોચના ક્રમે પહોંચી ગયું છે.

તેના પાંચ પોઇન્ટ છે જ્યારે ઓમાને હજુ સુધી જીતનું ખાતું નથી ખોલાવ્યું અને તેનો નેટ રનરેટ -1.613 થઇ ગયો છે. નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી ઓમાનની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 150 રન કર્યા હતા. તેના જવાબમાં સ્કોટલેન્ડે 13.1 ઓવરમાં ત્રણ વિકેટે 153 રન ફટકારી સાત વિકેટે જીત મેળવી હતી. સ્કોટલેન્ડની જીત સાથે ઇંગ્લેન્ડની મુશ્કેલી વધી છે. દરેક ગ્રૂપમાંથી બે ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. સ્કોટલેન્ડની હવે પછીની મેચ ઓસ્ટ્રેલિયા સામે છે, જેમાં ઓસ્ટ્રેલિયા જીતે તો તેનું સુપર-8માં સ્થાન પાકું થઇ જશે અને જો સ્કોટલેન્ડ હારે તો પણ તેના ચાન્સ ઇંગ્લેન્ડ પર નિર્ભર રહેશે. ઇંગ્લેન્ડની ટીમ અત્યાર સુધીમાં બે મેચ રમી છે જેમાંથી એક ડ્રો રહી અને એકમાં ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો. ઇંગ્લેન્ડનો માત્ર એક પોઇન્ટ છે. તે ગ્રૂપ સ્ટેજની બાકી બંને મેચ જીતે તો પણ તેના પાંચ જ પોઇન્ટ થશે. જોકે તેને નેટ રનરેટમાં ફટકો પડી શકે છે.


  • Follow us on: