• બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કહેવા પર નિવૃત્તિ પાછી ખેંચી
  • તમીમઃ વડાપ્રધાને મને ફરીથી રમવા માટે કહ્યું માટે હું ના ન પાડી શક્યો
  • આ અંગેની સત્તાવાર માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી

તમીમ ઈકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આ મામલે હસ્તક્ષેપ બાદ તમીમ ઈકબાલે પોતાનો બદલ્યો નિર્ણય બદલ્યો છે. તેમજ તમીમે કહ્યું છે કે મારા માટે તેેમને ના પાડવી મુશ્કેલ હતી. 

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ODI કેપ્ટન તમીમ ઈકબાલે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેણે આ નિર્ણય પાછો લઈ લીધો છે. એક રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કહેવા પર તમીમે નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. તમીમ તાજેતરમાં શેખ હસીનાને મળ્યા હતા. પરંતુ આ અંગેની સત્તાવાર માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી.

પીએમને ના પાડી મારા માટે મુશ્કેલ હતી
તમીમ પરિવાર સાથે વડાપ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. ક્રિકબઝ પર આપવામાં આવેલ માહિતી અનુસાર, તમીમે કહ્યું, “આજે બપોરે વડાપ્રધાને તેને પોતાના ઘરે આમંત્રણ આપ્યું હતું. તેમણે મને ફરીથી રમવા માટે કહ્યું. એટલા માટે મેં નિવૃત્તિનો નિર્ણય પાછો લઈ લીધો છે. તેમને ના પાડવી મારા માટે મુશ્કેલ હતું.

તમીમે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમીમ ભાવુક થઈ ગયો હતો. તે આંસુ રોકી શક્યો નહીં. તમીમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે નિવૃત્તિનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. હું મારા પરિવાર સાથે આ વિશે વાત કરી રહ્યો હતો. મેં મારું 100 ટકા આપ્યું છે.

સૌથી વધુ વનડે રન બનાવનાર બેટ્સમેન
ઉલ્લેખનીય છે કે, તમીમ બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 241 વનડે રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 8313 રન બનાવ્યા હતા. તમીમ ટીમ માટે સૌથી વધુ વનડે રન બનાવનાર બેટ્સમેન છે. તેણે આ ફોર્મેટમાં 14 સદી અને 56 અડધી સદી ફટકારી છે. તેણે ટીમ માટે 78 ટી20 મેચ રમી છે જેમાં તેણે 1758 રન બનાવ્યા છે. તમીમ 70 ટેસ્ટ મેચ પણ રમ્યો છે જેમાં તેણે 5134 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં બેવડી સદી પણ ફટકારી હતી. તેણે 10 સદી અને 31 અડધી સદી ફટકારી છે.


  • Follow us on: