- BCCIએ મહિલા T20 વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત કરી
- અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓને પણ તક મળી
- ટીમ ઈન્ડિયામાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માનો સમાવેશ
ભારતે મહિલા T20 વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયામાં અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓને પણ તક મળી છે. ટીમ ઈન્ડિયામાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાધા યાદવ અને જેમિમાહ રોડ્રિગ્ઝને પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. મહિલા ટી20 વર્લ્ડકપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ સામે છે. આ મેચ 4 ઓક્ટોબરે રમાશે. આ ટૂર્નામેન્ટ UAEમાં યોજાવાની છે.
હરમનપ્રીત કૌરના હાથમાં ટીમની કમાન
ભારતે હરમનપ્રીત કૌરને કેપ્ટનશિપ સોંપી છે. ટીમ ઈન્ડિયાએ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માને તક આપી છે. તેમની સાથે જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ અને યશતિકા ભાટિયાને પણ તક મળી છે. પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ, હેમલતા, શોભના અને રાધા યાદવને પણ તક આપવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ દુબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા કુલ 4 ગ્રુપ મેચ રમશે. જેમાંથી 3 મેચ દુબઈમાં અને એક મેચ શારજાહમાં રમાશે.
ભારત 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ દુબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાની છેલ્લી ગ્રુપ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ 13 ઓક્ટોબરે શારજાહમાં રમાશે. અને આ પહેલા શ્રીલંકા સામે મેચ રમાશે. આ મેચ 9 ઓક્ટોબરે રમાશે.
ICC મહિલા T20 વર્લ્ડકપ 2024 માટે ભારતની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (wk), યાસ્તિકા ભાટિયા (wk), પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી , રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન
રિઝર્વ ખેલાડીઓ - ઉમા છેત્રી, તનુજા કંવર, સાઇમા ઠાકોર