• ત્રીજી વખત જીત્યો બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ 
  • ભારત તરફથી બે સદી ફટકારવામાં આવી હતી
  • વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું

ક્રિકેટ ચાહકો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપની ટ્રોફી પર કબજો કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં 120 રનથી જીત મેળવીને ટ્રોફી જીતી હતી.

ટીમ ઈન્ડિયાનો બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ પર કબજો

ભારતે અહીં પ્રથમ બેટિંગ કરતા 277 રન બનાવ્યા હતા, ટીમ ઈન્ડિયાએ માત્ર 2 વિકેટ ગુમાવીને આ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શકી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ 2022 પર કબજો કર્યો.

https://twitter.com/ddsportschannel/status

ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો

તમને જણાવી દઈએ કે આ ત્રીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો છે, આ પહેલા 2012 અને 2017માં પણ બ્લાઈન્ડ ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ જીતી હતી. ભારતને આ મેચમાં બે સદી મળી હતી, જેમાં સુનીલ રમેશે 63 બોલમાં 136 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન અજય રેડ્ડીએ 50 બોલમાં 100 રન બનાવ્યા તો ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 157 રન બનાવી શકી હતી.

  • Follow us on: