- ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સીરિઝની ત્રણ મેચ રમાશે
- આજે T20 સીરિઝની પહેલી મેચ ડબલિન ખાતે રમાશે
- પ્લેઈંગ ઈલેવનમાં આ ખેલાડીઓને સ્થાન મળી શકે છે
ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સીરિઝની ત્રણ મેચો રમાશે. જેમાં આજે પહેલી મેચ ડબલિન ખાતે રમાશે. જસપ્રિત બુમરાહની કેપ્ટનશીપમાં આજે આયર્લેન્ડ સીરિઝની શરુઆત થવા જઈ રહી છે. આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં આ ખેલાડીઓને સ્થાન મળી શકે છે.
રિકુ સિંહ કરી શકે છે ડેબ્યૂ
ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સીરિઝની પહેલી મેચ શુક્રવારે રમાશે. ઈન્ડિયન ટીમ જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં કેટલાક ખેલાડીઓને ડેબ્યૂની તક આપી શકે છે. આ યાદીમાં રિંકુ સિંહનું નામ પણ સામેલ છે. રિંકુએ અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેથી તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. વિકેટકીપિંગ માટે ભારત સંજુ સેમસનને તક આપી શકે છે. ટીમ પાસે જીતેશ શર્માના રૂપમાં બીજો વિકલ્પ છે.
ગાયકવાડ અને જયસ્વાલ કરી શકે છે ઓપનિંગ
ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. યશસ્વીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ટેસ્ટ અને ટી20 મેચ રમી હતી. હવે તે આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાકો કર્યો હતો. તેને ચોથા નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે. તિલકે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેનો રેકોર્ડ સારો છે. આ યાદીમાં રિંકુનો પણ સમાવેશ થાય છે.
મુકેશ કુમારને પણ મળી શકે છે તક
ભારતની બોલિંગ પર નજર કરીએ તો, બુમરાહ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી રહ્યો છે. તેણે તાજેતરમાં નેટ્સમાં આક્રમક બોલિંગ કરી હતી. સંભવતઃ પ્રથમ T20 મેચમાં પણ લય જાળવી રાખશે. પ્લેઈંગ ઈલેવનમાં મુકેશ કુમારને તક મળી શકે છે. મુકેશે વેસ્ટ ઈન્ડિઝ સામે સારી બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે.
પ્રથમ T20માં રમવા માટે સંભવિત ખેલાડીઓની યાદી
ઈન્ડિયાઃ ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (wk), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ (c), રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર
આયર્લેન્ડ: એન્ડ્રયુ બાલબર્ની, પોલ સ્ટર્લિંગ (સી), લોર્કન ટકર, હૈરી ટકર, જ્યોર્જ ડોકરેલ, ગૈરેથ ડેલાની, કર્ટિસ કેમ્પર, માર્ક અડાયર, જોશુઆ લિટિલ, બેરી મેક્કાર્થી, બેન્જામિન વ્હાઇટ