- ભારતીય ટીમે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી
- ખેલાડીઓએ બેંગલુરુની એક હોટલમાં કરી ઉજવણી
- ભારતીય ટીમ બેંગ્લોરની એક હોટલમાં રોકાઈ છે
આજે દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. તે સાથે જ આજે ભારતીય ટીમ બેટથી બોલના ફટાકડા બનાવશે તો નેધરલેન્ડના ખેલાડીને રોકેટ બનાવશે. તે પહેલા ટીમ ઈન્ડિયાએ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ટીમ આ વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી. ભારત વર્લ્ડ કપની આગામી લીગ મેચ નેધરલેન્ડ સામે રમવા જઈ રહ્યું છે. આ મેચ પહેલા ભારતીય ટીમના ઘણા ખેલાડીઓએ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી છે. ખેલાડીઓએ બેંગલુરુની એક હોટલમાં દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળીની ઉજવણી કરનારાઓમાં કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે.
બેંગ્લોરની હોટલમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી
ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ માટે ભારતીય ટીમ બેંગ્લોરની એક હોટલમાં રોકાઈ છે. દિવાળીના અવસર પર નેધરલેન્ડ સામેની મેચ યોજાવા જઈ રહી છે. નેધરલેન્ડ સામેની મેચને લઈને ભારતીય ખેલાડીઓ પર કોઈ દબાણ નથી, કારણ કે ભારતને આ મેચ જીતવા કે હારવાથી પોઈન્ટ ટેબલમાં કોઈ સમસ્યા નથી, તેથી ભારતીય ખેલાડીઓએ અનોખી રીતે દિવાળીની ખુશીથી ઉજવણી કરી છે.
જેમાં કોચથી લઈને કેપ્ટન સુધી તમામ સામેલ હતા
ભારતીય ટીમના સુકાનીથી લઈને કોચ રાહુલ દ્રવિડ સુધી બધાએ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી છે. ખેલાડીઓએ તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે તમામ ખેલાડીઓ કોચ અને ટીમ સ્ટાફ મેમ્બર્સ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. મોટાભાગના ખેલાડીઓ કુર્તા પાયજામામાં જોવા મળે છે. તમામ ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બરોએ સોશિયલ મીડિયા પર એક સાથે એક ગ્રુપ ફોટો પણ શેર કર્યો છે. નેધરલેન્ડ સામેની મેચ પહેલા આવી મસ્તીભરી રીતે દિવાળીની ઉજવણી કરતી ભારતીય ટીમ દર્શાવે છે કે ભારતીય ટીમ બિલકુલ દબાણમાં નથી. ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમ વિશ્વ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.