- આજે વનડે સીરિઝ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે
- ત્રિનિદાદમાં છેલ્લીવાર ટીમ ઈન્ડિયા 2006માં હારી હતી
- આશરે 17 વર્ષથી ભારતીય ટીમ આ મેદાન પર અજય છે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ત્રીજી અને છેલ્લી વનડે સીરિઝ ત્રિનિદાદ ખાતે રમાવા જઈ રહી છે. જો અત્યાર સુધીના ટીમ ઈન્ડિયાની જીતના રેકોર્ડની વાત કરીએ તો ઈન્ડિયા 2006માં અહીં હાર્યું હતું.
આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝની છેલ્લી મેચ રમાશે. ભારતીય સમય અનુસાર આજે સાંજે 7 વાગ્યે મેચ શરુ થશે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. જો સીરિઝના વાત કરીએ તો બંને ટીમો 1-1ની બરાબરી પર છે. આવી સ્થિતિમાં જે ટીમ જીતશે તે સીરિઝ પોતાના નામે કરશે.
ત્રિનિદાદમાં 17 વર્ષથી ટીમ ઈન્ડિયા હારી નથી
ઉલ્લેખનીય છે કે ત્રિનિદાદમાં છેલ્લીવાર ટીમ ઈન્ડિયા 2006માં હારી હતી. આશરે 17 વર્ષથી ઈન્ડિયન ટીમ અજેય છે. જો કે ત્રિનિદાદમાં બે સ્ટેડિયમ છે. એક પોર્ટ ઓફ સ્પેન સ્થિત ક્વીન્સ પાર્ક ઓવલ અને બીજા ટરોબા સ્થિતિ બ્રાયન લારા સ્ટેડિયમ. ટીમ ઈન્ડિયા 17 વર્ષથી જ્યાં હારી નથી તે છે પોર્ટ ઓફ સ્પેન સ્થિત ક્વીન્સ પાર્ક ઓવલ. ત્રિનિદાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વનડે જ્યાં રમાશે તે છે ટરોબા સ્થિત બ્રાયન લારા સ્ટેડિયમ.
પહેલીવાર બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે વનડે
જો કો તમને જણાવી દઈએ કે આ મેદાન પર અત્યાર સુધી કોઈ ટેસ્ટ મેચ નથી રમાઈ અને ના તો કોઈ વનડે મુકાબલો. પહેલીવાર આ ગ્રાઉન્ડ પર પુરુષ ટીમનો વનડે મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે મહિલા ટીમ આ મેદાન પર વનડે મેચ રમી ચૂકી છે. 2022માં ટીમ ઈન્ડિયાએ આ મેદાનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે T-20 મેચ રમી હતી. જેમાં મહેમાન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ ગ્રાઉન્ડ પર રમાયેલ મેચમાં 20 ઓવરમાં 190 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જે બાદ વેસ્ટ ઈન્ડિઝ માત્ર 122 રન બનાવી શકી હતી.
ગયા વર્ષે બ્રાયન લારા સ્ટેડિયમમાં રોહિતનું બેટ ગર્જ્યું હતું
ગયા વર્ષે જ્યારે ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ટી-20 મેચ રમી હતી, ત્યારે તે મેચમાં રોહિત શર્માનું બેટ ગર્જ્યું હતું. તે મેચમાં હિટમેને માત્ર 44 બોલમાં 64 રનની તોફાની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી.