- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં
- દેશનો ઓલરાઉન્ડર ખેલાડી દીપક ચહર મેચમાં ભાગ લઈ રહ્યો નથી
- ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ચહરની ગેરહાજરીનું જણાવ્યું કારણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. દેશનો ઓલરાઉન્ડર ખેલાડી દીપક ચહર આ મેચમાં ભાગ લઈ રહ્યો નથી. ટોસ બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની ગેરહાજરીનું કારણ જણાવ્યું છે. જ્યારે ટોસ પ્રેઝેન્ટર દીપ દાસગુપ્તાએ દીપકના પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હોવા અંગે પૂછ્યું તો યાદવે કહ્યું કે આ મેચમાં તેની જગ્યાએ અર્શદીપ સિંહ રમી રહ્યો છે. દીપકને મેડિકલ ઈમરજન્સી હતી, જેના કારણે તે ઘરે પરત ફર્યો છે.
ત્રીજી T20 મેચ પહેલા દીપક ચહરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, કારણ કે મુકેશ કુમારે ખાસ કરીને તેમના લગ્નના કારણે BCCI પાસે રજા માંગી હતી, ત્યારબાદ ચહરને ચોથી T20 મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. બેટિંગ કરતી વખતે તેની પાસેથી કંઈ ખાસ જોવા મળ્યું ન હતું. જોકે, તેણે બોલિંગમાં શાનદાર રમત રમી અને બે વિકેટ લીધી.













