• ભારતમાં સૌથી જૂનું છે ચેન્નઈનું એમ ચિદમ્બરમ સ્ટેડિયમ
  • ટીમ ઈન્ડિયાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જીતી 13 મેચ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 10 મેચ જીતી ચૂકી છે ભારતીય ટીમ

રોહિત શર્માની અધ્યક્ષતાવાળી ભારતીય ટીમ 8 ઓક્ટોબરથી ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાની સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. તો જાણો એ તમામ મેદાનનો પરનો ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ જ્યાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ રમવાનું છે.

એમ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈ

ભારતના સૌથી જૂના મેદાનમાં એક એમ ચિદમ્બરમ સ્ટેડિયમ છે અને અહીં કુલ 22 એક દિવસીય મેચ રમાશે. તેમાંથી ભારતે 14માં ભાગ લીધો હતો. 14માંથી 7 મેચમાં ભારતે જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે અહીં રમશે.

અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી

ટીમ ઈન્ડિયાએ 1982થી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 13 મેચ જીતી છે. ભારત આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023માં ભારતની મેચ અફઘાનિસ્તાન સામે હશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

ભારતના નામે આ મેદાન પર 10 મેચ જીત્યાનો રેકોર્ડ છે. છેલ્લી 4 મેચથી ટીમ ઈન્ડિયા આ મેદાન પર અજેય છે. સારી વાત એ છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની સામે આ મેચ અહીં રમશે. આ સિવાય ઓપનિંગ અને ફાઈનલ પણ મોદી સ્ટેડિયમમાં રમાશે.


MCA સ્ટેડિયમ, પુણે

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના આ નવા મેદાન પર વધારે મેચ રમી નથી. ભારતે 7 મેચમાંથી 4 મેચ જીતી છે. આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે પુણેમાં રમશે.

HPCA સ્ટેડિયમ, ધર્મશાળા

જાન્યુઆરી 2013માં હિમાચલની સુંદર વાદીઓની વચ્ચે ધર્મશાળામાં સ્ટેડિયમનું નિર્માણ થયું. ભારતે આ ગ્રાઉન્ડ પર ચાર વનડે ઈન્ટરનેશનલ રમી છે, તેમાં તેનો 50-50નો રેકોર્ડ છે. ભારતને અહીં ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે.

અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ, લખનઉ

ઉત્તર પ્રદેશની રાજધાનીમાં એકાના સ્ટેડિયમને પુનનિર્માણ પછી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમના નામે ઓળખાય છે. ભારતે અહીં વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે રમશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાએ ફક્ત એક વનડે રમી છે. જેમાં સાઉથ આફ્રિકાને 9 રનથી હરાવ્યું હતું.

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો મિશ્ર રેકોર્ડ છે. ભારતે 20 વનડે મેચમાં 11 જીત મેળવી છે અને 9માં હારનો સામનો કરવો પડ્યો હતો. મરીન ડ્રાઈવ પર સમુદ્રથી આવતી હવાઓથી સ્વિંગ બોલર્સને મદદ મળે છે. ટીમ ઈન્ડિયાને અહીં ક્વોલિફાયર-2 ટીમ સામે રમવું પડશે.


ઈડન ગાર્ડન, કોલકત્તા

આ ઐતિહાસિક મેદાન પર ભારતનો રેકોર્ડ ઘણો શાનદાર છે. મેન ઈન બ્લૂઝે આ ગ્રાઉન્ડ પર 22માંથી 13 વનડે મેચ જીતી છે. રોહિત શર્માની ટીમ 2023 વિશ્વકપમાં આ મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે રમશે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

ક્વોલિફાયર-1ની સામે ટીમ ઈન્ડિયા એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે, ભારતે આ નાના ગ્રાઉન્ડ પર કુલ 21 વનડે રમી છે. તેમાંથી 14 મેચ જીતી છે, 5 હારી છે અને એક મેચ ડ્રો રહી છે. 

  • Follow us on: