- ODI ટીમ રેન્કિંગ ભારત 111 રેટિંગ સાથે ત્રીજા સ્થાને
- પાકિસ્તાનની ટીમ 107 રેટિંગ સાથે ચોથા સ્થાને
- ઓસ્ટ્રેલિયા 101 રેટિંગ સાથે પાંચમા સ્થાને
ભારત અને ઝિમ્બાબ્વે (IND vs ZIM) વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી પછી, ICC એ નવીનતમ ODI ટીમ રેન્કિંગ જાહેર કરી છે. અહીં ભારતને એક પોઈન્ટનો ફાયદો મળ્યો છે. તે 111 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ નેધરલેન્ડ સામેની વનડે શ્રેણી 3-0થી જીતવાનો ફાયદો પાકિસ્તાનને મળ્યો છે. તેણે પોતાના રેટિંગ પોઈન્ટમાં પણ એક પોઈન્ટનો વધારો કર્યો છે. પાકિસ્તાનની ટીમ ચોથા સ્થાને (107 રેટિંગ) ધરાવે છે.
ન્યુઝીલેન્ડ (124 રેટિંગ પોઈન્ટ) પ્રથમ સ્થાને યથાવત છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ જીતવા છતાં તેના રેટિંગ પોઈન્ટમાં ચાર પોઈન્ટનો ઘટાડો થયો છે. ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. તેને અહીં એક મેચ હારવાની કિંમત ચુકવવી પડી હતી. વિન્ડીઝ પ્રવાસ પહેલા ન્યુઝીલેન્ડના 128 રેટિંગ પોઈન્ટ હતા. હવે તેની અને ODI રેન્કિંગમાં બીજા ક્રમે રહેલી ઈંગ્લેન્ડ (119 રેટિંગ પોઈન્ટ) વચ્ચે માત્ર 5 પોઈન્ટનું અંતર છે.










