• ભારત-પાકિસ્તાન વચ્ચે મેચમાં ભારતની જીત
  • પાકિસ્તાન સામે ભારતની 228 રનથી જીત થઈ હતી
  • ભારતની જીત બાદ પોઈન્ટ્સ ટેબલમાં મોટા ફેરફારો

એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થયો. 6 ટીમોની આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે યોજાશે. ટુર્નામેન્ટમાં 19 દિવસમાં 13 મેચો રમાશે. એશિયા કપની આ સિઝન પાકિસ્તાન અને શ્રીલંકા દ્વારા યોજવામાં આવી રહી છે.હાલ એશિયા કપમાં સુપર-4 સ્ટેજમાં 6 ટીમો વચ્ચે મહામુકાબલો ચાલી રહ્યો છે. ગતરોજ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી. જેમાં ભારતની 228 રનથી જીત થઈ હતી. આ પછી પોઈન્ટ્સ ટેબલમાં મોટા ફેરફારો થયા છે.

એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. 30 ઓગસ્ટથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લઈ રહી છે. પાકિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત તેમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળનો સમાવેશ થાય છે. આ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. અહીં બે મેચ રમ્યા બાદ ટોપ-2માં સ્થાન મેળવનારી ટીમને સુપર-4માં સ્થાન મળશે. ત્યાં તમામ ટીમો 3-3 મેચ રમશે. સુપર-4માં ટોપ-2 ટીમોને ફાઇનલમાં સ્થાન મળશે. એશિયા કપ 2023ની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

જો અત્યાર સુધીની રમાયેલી મેચો પર પરથી જો નજર કરીએ તો પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

સુપર-4 નું પોઈન્ટ્સ ટેબલ

ટીમમેચજીત હાર ડ્રોનો રિઝલ્ટપોઈન્ટ્સ નેટ રનરેટ
ભારત 110002+4.560
શ્રીલંકા110002+0.420
પાકિસ્તાન 211002-1.892
બાંગ્લાદેશ202000-0.749

ગ્રૃપ-A નું પોઈન્ટ્સ ટેબલ

ટીમ મેચજીતહારડ્રોનો રિઝલ્ટપોઈન્ટ્સ નેટ રનરેટ
પાકિસ્તાન210013+4.760
ભારત210013+2.689
નેપાળ202000-3.629

ગ્રૃપ-Bનું પોઈન્ટ્સ ટેબલ

ટીમમેચજીતહારડ્રોનો રિઝલ્ટપોઈન્ટ્સનેટ રનરેટ
શ્રીલંકા220004+0.594
બાંગ્લાદેશ211002+0.373
અફધાનિસ્તાન202000-0.910

  • Follow us on: