ભારતીય ક્રિકેટ ટીમ હવે લાંબા વિરામ બાદ ફરી મેદાનમાં ઉતરવા જઈ રહી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ અને 3 ટી-20 મેચ રમતી જોવા મળશે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન શુભમન ગિલને ટીમની બહાર રાખવામાં આવી શકે છે.


ગિલ કેમ થશે ટીમની બહાર?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના અનુભવી વાઇસ-કેપ્ટન શુભમન ગિલને બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝ બાદ આરામ આપવામાં આવી શકે છે. તેને બાંગ્લાદેશ સામેની T20 ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. એક સૂત્રએ વાત કરતા આ માહિતી આપી છે.


વિદેશ પ્રવાસને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવશે

રિપોર્ટ અનુસાર શુભમન ગિલને બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવશે કારણ કે ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે 7 ઓક્ટોબર (ગ્વાલિયર), 10 ઓક્ટોબર (દિલ્હી) અને 13 ઓક્ટોબર (હૈદરાબાદ)ના રોજ મેચ રમવાની છે. ભારતીય ટીમ 16 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આવી સ્થિતિમાં, બોર્ડ શુભમન ગિલને ટેસ્ટ પછી ટી-20 અને પછી ટેસ્ટ ક્રિકેટમાં ફસાઈ જતા બચાવશે. ન્યુઝીલેન્ડ બાદ જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે.


ત્રણેય ફોર્મેટમાં વાઇસ કેપ્ટન છે શુભમન ગિલ

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળ્યા બાદ જ શુભમન ગિલને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો ઉપ-કેપ્ટન બનાવ્યો હતો. T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ શુભમન ગિલને ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેને ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

  • Follow us on: