- ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ વાપસી કરવાની ખૂબ નજીક
- આઈપીએલ 2023માં ફીલ્ડિંગ કરતી વખતે રાહુલના પગમાં ઈજા થઈ હતી
- કેએલ રાહુલે ખુદ પોતાની વાપસીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે
ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ વાપસી કરવાની ખૂબ નજીક છે. આઈપીએલ 2023માં ફીલ્ડિંગ કરતી વખતે રાહુલના પગમાં ઈજા થઈ હતી, જેના પછી તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમી શક્યો નહોતો. હવે કેએલ રાહુલે પોતાની વાપસીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. વાસ્તવમાં તેણે તેના સોશિયલ મીડિયા દ્વારા એક તસવીર શેર કરી હતી.
આ તસવીરમાં રાહુલ જમીન પર પડેલો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટને કેપ્શન આપતા તેણે લખ્યું કે, "ફરીથી મારા જેવી લાગણી થઈ રહી છે." આની બાજુમાં તેણે રનિંગ ઇમોજી મૂક્યું. રાહુલની આ પોસ્ટ પરથી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે જલ્દી મેદાનમાં પરત ફરી શકે છે. જોકે, રાહુલ કેટલા સમયમાં પરત ફરશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.










