• મોહમ્મદ સિરાઝે બોલિંગ કરતા છ વિકેટ ઝડપી લીધી
  • ટીમ ઈન્ડિયા  36 રનથી આગળ
  • એપ્રિલ-2008માં ટીમ ઈન્ડિયા 76 રનમાં ઓલઆઉટ થઈ હતી


ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની અંતિમ અને નિર્ણાયક મુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચમાં પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. બાદમાં ટીમ ઈન્ડિયાએ ફર્સ્ટ ઈનિંગમાં 153 રન બનાવ્યા હતા. જ્યારે પ્રથમ દિવસની રમત પૂર્ણ થતા સાઉથ આફ્રિકાએ બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ગુમાવી 62 રન બનાવી લીધા હતા. હજી પણ ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 36 રનથી આગળ છે.

આફ્રિકન ટીમ માટે એડેન માર્કરમ 36 અને ડેવિડ બેડિંઘમ 7 અણનમ રહ્યા. તેઓ બીજા દિવસે રમતા છે. બીજી ઈનિંગમાં અત્યાર સુધી ભારત માટે મુકેશ કુમારે બે અને બુમરાહે એક વિકેટ ઝડપી લીધી છે.પરંતુ અહીં મેચના પ્રથમ દિવસે એક વિચિત્ર સંયોગ રચાયો. મોહમ્મદ સિરાઝે બોલિંગ કરતા છ વિકેટ ઝડપી લીધી અને આફ્રિકન ટીમ સાથે 16 વર્ષ જૂનો બદલો લઈ લીધો છે. આફ્રિકન ટીમ એકવાર ટીમ ઈન્ડિયાને એના જ ઘરમાં અમદાવાદમાં 76 રન પર તંબુ ભેગી કરી ચૂકી છે. હવે સિરાઝે એનો બદલો લઈ લીધો છે.

 16 વર્ષ પહેલા એક ઈનિંગ અને 90 રનથી ભારત હાર્યું હતું

આજથી 16 વર્ષ અગાઉ ત્રીજી એપ્રિલ-2008માં ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અમદાવાદમાં ટેસ્ટ રમાઈ હતી. આ મુકાબલમાં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ હતી. ત્યારે આફ્રિકાના ફાસ્ટર ડેન સ્ટેઈન આઠ ઓવરમાં 23 રન આપીને પાંચ વિકેટ ઝડપી લીધી હતી.

ભારત સામે આફ્રિકન ટીમનો શરમજનક સ્કોર

ટેસ્ટ ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા સામે આફ્રિકન ટીમનો કોઈપણ ઈનિંગમાં આ સૌથી નાનો સ્કોર છે. આ અગાઉ સાઉથ આફ્રિકાની ટીમે નવેમ્બર-2015માં ભારત વિરુદ્ધ સૌથી નાનો ટેસ્ટ ઈતિહાસમાં સ્કોર નોંધાવ્યો હતો. ત્યારે નાગપુર ટેસ્ટમાં આફ્રિકન ટીમ 79 રન પર તબું ભેગી થઈ ગઈ હતી. આ મેચમાં સ્પિનર રવિચંદ્રન અશ્વિને પ્રથમ ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધા હતા.

ભારત સામે કોઈ ટીમનો સૌથી નાનો સ્કોર

ટેસ્ટ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે. કે કોઈ ટીમ ભારત સામે આટલો નાનકડો સ્કોર એટલે કે 55 રનમાં સમેટાઈ ગયા હોય. આ શરમજનક સ્કોર પણ સાઉથ આફ્રિકાના નામે નોંધાઈ ગયો છેય. આની પહેલા ટીમે ન્યૂઝીલેન્ડને 62 રન પર ઓલઆઉટ કર્યું હતું. આ મેચ ડિસેમ્બર-2021માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. એ વખતની ઈનિંગમાં સૌથી વધુ ચાર વિકેટ સિરાઝે વિકેટ ઝડપી હતી.

 કૅપટાઉન ટેસ્ટમાં બંને ટીમની પ્લેઈંગ -

ટીમ ઈન્ડિયા : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ અને મુકેશ કુમાર.

દક્ષિણ આફ્રિકાની ટીમઃ ડીન એલ્ગર (કેપ્ટન), એઈડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરે (વિકેટકીપર), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્જર અને લુંગી એનગિડી.

  • Follow us on: