• T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત 
  • રોહિત શર્માની આગેવાનીમાં રમશે ભારતીય ટીમ
  • ગિલ-રિંકુ સિંહનું ટીમમાંથી પત્તુ કપાયુ

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ મંગળવારે જ બેઠક યોજી હતી. રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું છે.


ટીમ ઈન્ડિયાએ વિકેટકીપર બેટ્સમેન રીષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા આપી છે. સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે IPL દ્વારા મેદાનમાં વાપસી કરીને પોતાનું ફોર્મ સાબિત કર્યું. તેનો ફાયદો તેને મળ્યો. સેમસનની વાત કરીએ તો તેણે IPL 2024માં 9 મેચ રમી છે અને 385 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.

BCCIએ શિવમ-અક્ષર પર વિશ્વાસ વ્યક્ત કર્યો

બીસીસીઆઈએ પણ શિવમ દુબે અને અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શિવમ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તે વિસ્ફોટક બેટિંગમાં નિષ્ણાત છે. આ સાથે તે ફિનિશરની ભૂમિકા પણ નિભાવે છે. શિવમ દુબેએ આ સિઝનમાં 9 મેચમાં 350 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. અક્ષરની વાત કરીએ તો તેણે બોલિંગની સાથે બેટિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી છે.

શુભમનને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું

શુભમન ગિલના સ્થાનને લઈને ઘણી શંકા હતી. જોકે બોર્ડે તેની અવગણના કરી ન હતી. શુભમનને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. તેની સાથે રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાનને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રીષભ પંત (wk), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (vc), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચૌહાણ. સંજુ સેમસન (wk), મોહમ્મદ સિરાજ.

સ્ટેન્ડ બાય - શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન

  • Follow us on: