- આગામી સિઝન માટે 21 વિદેશી સાથે 60 ખેલાડીઓને રિટેન કરાઈ
- દિલ્હીની ટીમે 15 ખેલાડીઓને તથા યુપી વોરિયર્સે પોતાના કોર ગ્રૂપને સમાન રાખ્યું
- પાંચેય ફ્રેન્ચાઇઝી પાસે ખેલાડીઓને રિટેન કરવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય હતો
વિમેન્સ પ્રીમિયર લીગની ટીમોએ પોતપોતાની તમામ સ્ટાર ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે જેમાં મુંબઇ ઇન્ડિયન્સે હરમનપ્રીત કૌર, દિલ્હી કેપિટલ્સે મેગ લેનિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિ મંધાનાને રિટેન કરી છે. પાંચેય ફ્રેન્ચાઇઝી પાસે 2024 માટે ખેલાડીઓને રિટેન કરવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય હતો. પાંચ ટીમોએ 21 વિદેશી ક્રિકેટરો સહિત 60 ખેલાડીઓને રિટેન કરી છે અને 29ને રિલીઝ કરી છે. મુંબઇની ટીમે હેલી મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા, નતાલી સિવર બ્રન્ટ, એમિલિયા કર્ર, ઇઝાબેલ વોંગને રિટેન કરી છે. દિલ્હીની ટીમે 15 ખેલાડીઓને તથા યુપી વોરિયર્સે પોતાના કોર ગ્રૂપને સમાન રાખ્યું છે.
દિલ્હી કેપિટલ્સ : (રિટેન પ્લેયર્સ) એલિસ કેપ્સી, અરુંધતી રેડ્ડી, જેમિમા રોડ્રિગુઝ, જેસ જોનાસેન, લૌરા હેરિસ, મારિયાના કેપ્સ, મેગ લેનિંગ, મીનુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શેફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાન્યા ભાટિયા, તિતાસ સાધુ.










