• ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાની 3 વિકેટે હાર
  • સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું
  • અમે પહેલાથી જ મેચ હારી ગયા હતા: ટેમ્બા બાવુમા

વર્લ્ડકપ 2023ની બીજી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ફિલ્ડિંગમાં પણ સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ ઘણા કેચ છોડ્યા, જેના કારણે સાઉથ આફ્રિકાને મેચ ગુમાવવી પડી હતી. આ હાર બાદ સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનું એક વિચિત્ર નિવેદન સામે આવ્યું છે.

મેચ હાર્યા બાદ સમગ્ર સાઉથ આફ્રિકાની ટીમ ઘણી નિરાશ જોવા મળી હતી. મેચ બાદ ટેમ્બા બાવુમાએ કહ્યું, “મેચની શરૂઆતમાં અમે જે રીતે બેટ વડે પ્રદર્શન કર્યું તેના કારણે અમે મેચ હારી ગયા હતા. તે પછી, બોલિંગમાં પણ અમે શરૂઆતની ઓવરોમાં વધુ રન આપ્યા. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ શરૂઆતમાં જ અમને દબાણમાં મૂક્યા હતા. મિલર અને ક્લાસેન સારું રમ્યા પણ લાંબો સમય ટકી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયા ખરેખર સારું રમ્યું અને ફાઇનલમાં તેમને શુભેચ્છા.”

સાઉથ આફ્રિકાની સેમી ફાઇનલમાં હાર

સેમીફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં માત્ર 212 રન જ બનાવી શકી હતી. સાઉથ આફ્રિકા તરફથી બેટિંગ કરતા ડેવિડ મિલરે સૌથી વધુ 101 રનની ઈનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. આ સિવાય ક્લાસને 47 રન બનાવ્યા હતા. જ્યાં ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી અને ફરી એકવાર વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાની ટીમ સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.

બોલિંગ ઉત્તમ હતી

સાઉથ આફ્રિકા ભલે સેમીફાઈનલ મેચ હારી ગયું, પરંતુ તેની બોલિંગ શાનદાર હતી. દક્ષિણ આફ્રિકાના બોલરોએ 212 રનના બહુ નાના સ્કોરને આસાનીથી હાંસલ થવા દીધો ન હતો. પરંતુ સતત છોડવામાં આવેલા કેચથી સાઉથ આફ્રિકાની જીત છીનવાઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા તરફથી બોલિંગ દરમિયાન તબરેઝ શમ્સી અને ગેરાલ્ડે 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય કેશવ મહારાજને ભલે એક વિકેટ મળી હોય પરંતુ તેણે શાનદાર બોલિંગ કરી હતી.

  • Follow us on: