- કેપ્ટન બાવુમાએ ટીકાકારોને આપ્યો જવાબ
- ટીવી ઈન્ટરવ્યુમાં કેપ્ટનશીપ પર કરી વાત
- બાવુમાએ કહ્યુ- સારા કેપ્ટન માટે ક્યા માપદંડો છે
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા વર્લ્ડ કપ 2023ની શરુઆતથી જ વિવાદોમાં રહ્યો છે. 5 ઓક્ટોબરથી શરુ થયેલા વર્લ્ડ કપ 2023 માટે અમદાવાદમાં કેપ્ટન્સ ડે ઇવેન્ટ કાર્યક્રમ યોજાયો હતો ા દરમિયાન લીધેલા એક વાયરલ ફોટોને લઈને ટેમ્બા બાવુમા સમાચારમાં આવ્યા છે. વાયરલ થયેલા ફોટામાં બાવુમા માથું નમાવેલા જોવા મળી રહ્યા છે. એવું લાગતું હતું કે તે નિદ્રા લઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ અંગે કેટલીક ટિપ્પણીઓ પણ જોવા મળી હતી. બાદમાં બાવુમાએ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે તે ઊંઘતો ન હતો. પરંતુ કેમેરામેનના ખોટા એંગલને કારણે આ ભૂલ થઈ હતી. ત્યારબાદ હવે ટેમ્બા તેની કેપ્ટનશીપને લઈને ફરી ટીકાકારોના નિશાના પર છે. આ ટીકાકારોને બાવુમાએ હવે જવાબ આપ્યો છે.
કેપ્ટનશીપ પર ટીકાકારોના નિશાના પર ટેમ્બા બાવુમા
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદથી ટીકાઓ હેઠળ છે. કેટલાક ક્રિકેટ એક્સપર્ટે તેની કેપ્ટનશિપ પર માત્ર સવાલો જ ઉઠાવ્યા નથી, પરંતુ સાઉથ આફ્રિકાના ક્રિકેટ ફેન્સ પણ સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. હવે ટેમ્બા બાવુમાએ આ ટીકાઓ પર વળતો પ્રહાર કર્યો છે. બાવુમાએ 'ધ ડેઈલી મેવેરિક'ને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની કેપ્ટનશિપ વિશે વિગતવાર વાત કરી છે.
બાવુમાએ કહ્યું- મને કહ્યું હોત કે તુ કેપ્ટનશીપને લાયક...
બાવુમાએ કહ્યું કે, 'મેં શરૂઆતથી જ કહ્યું છે કે ત્યાં ઉભા કોઈપણ વ્યક્તિ મને કહ્યું હોત કે ટેમ્બા, તું કેપ્ટનશિપ માટે યોગ્ય વ્યક્તિ નથી, તો મેં ખુશી-ખુશી કેપ્ટનશિપ છોડી દીધી હોત. અમારા આ લોકોનું એક જૂથ છે, જે 2020 થી સાથે છીએ. અમે એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ અને અમે જાણીએ છીએ કે અમે કોના માટે રમીએ છીએ.
બાવુમા કહે છે, 'મને ખબર નથી કે જો કોઈ વ્યક્તિ સારી કેપ્ટનશીપ કરી રહ્યું હોય તો તેનું માપદંડ શું છે. અમે ગ્રૂપ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકાની અન્ય ટીમ કરતાં વધુ મેચો જીતી છે. અમે એવી ટીમોને હરાવી છે કે જેઓ કેટલાક સમયથી વર્લ્ડ કપમાં હાર્યા ન હતા, તેથી હું જાણવા માંગુ છું કે છેલ્લો વ્યક્તિ કેપ્ટન તરીકે સારું કામ કરી રહ્યો છે કે નહીં તે તપાસવા માટે અમે કયા આંકડાઓનો ઉપયોગ કરશો.
નેધરલેન્ડથી અણધારી હાર મળી હતી
દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કામાં 9માંથી 7 મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અહીં પણ તેણે ઓસ્ટ્રેલિયાને સારી લડત આપી પરંતુ અંતે તે હારી ગયા. એકંદરે, આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા માટે ખરાબ ન હતી, જો કે નેધરલેન્ડ સામેની અણધારી હાર અને પછી ટીમ ઈન્ડિયા સામેની જોરદાર હારને કારણે બાવુમાની કેપ્ટનશીપ નિશાના પર છે. જે બાદ સેમીફાઈનલમાં હાર બાદ તેની વધુ ટીકા થવા લાગી હતી.