- ઈટાલીનો મુસેટ્ટી પ્રથમ વખત સેમિ.માં જોકોવિચ સામે ટકરાશે
- ડોનાએ પેલોનીનો મજબૂત મુકાબલો કર્યો હતો પરંતુ અંતે જસ્મિન આ સ્પર્ધામાં વિજેતા બની
- આ મેચ સાડા ત્રણ કલાક સુધી ચાલેલા મુકાબલામાં 3-6, 7-6, 6-2, 3-6, 6-1થી જીત્યો
ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇટાલીની જસ્મિન પેલોનીએ કપરા મુકાબલામાં ક્રોએશિયાની ડોના વેકિકને પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ વર્ષે ઇસ્ટબર્ન પહોંચ્યા પહેલા પેલોની હજુ સુધી ગ્રાસ કોર્ટ પર એકપણ ટૂર લેવલ મેચ નહોતી જીથી અને તે વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનારી પહેલી ઇટાલીયન મહિલા ખેલાડી બની છે. પેલોનીએ રોમાંચક અને જોરદાર સ્પર્ધા ધરાવતા સેમીફાઇનલ મુકાબલામાં ડોના સામે પહેલા સેટમાં 6-2થી પાછળ રહ્યા બાદ સતત બે સેટમાં 6-4, 7-6 (10-8)થી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ડોનાએ પેલોનીનો મજબૂત મુકાબલો કર્યો હતો પરંતુ અંતે જસ્મિન આ સ્પર્ધામાં વિજેતા બની હતી. 2.51 કલાક સુધી ચાલેલી આ મેચ સત્તાવાર રીતે વિમ્બલ્ડનની મહિલા સેમિફાઇનલ્સની સૌથી લાંબી મેચ રહી હતી. ઈટાલીની આ 28 વર્ષીય ખેલાડી ચાલુ વર્ષે ફ્રેન્ચ ઓપનની સેમીફાઇનલમાં પણ પ્રવેશી હતી જ્યા તે ટાઇટલથી વંચિત રહી હતી.










