દુનિયાના નંબર એક ખેલાડી યાનિક સિનેરે નોવાક જોકોવિચના કેરિયરનું 100મું ટાઇટલ જીતવાનો ઇન્તજાર વધુ લંબાવી દીધો છે. ઇટાલીના સિનેરે રવિવારે ચાર વારના ચેમ્પિયન જોકોવિચને હરાવીને પહેલીવાર શાંઘાઇ માસ્ટર્સ ટાઇટલ કબજે કર્યુ હતું.


સિનેરે એક કલાક 37 મિનિટ સુધી ચાલેલી મેચમાં 7-6, 6-3થી સીધા સેટમાં જીત મેળવી હતી. સિનેરે પોતાની ખિતાબી સફરમાં એકપણ સેટ ગુમાવ્યો નહોતો. જોકોવિચ જો આ ટાઇટલ જીતી જાત તો તે જિમ્મી કોનર્સ (109) અને રોજર ફેડરર (103) બાદ ટાઇટલની સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની જાત. આ જીતની સાથે જ સિનેર છેલ્લા આઠ વર્ષમાં એક કેલેન્ડર વર્ષમાં સાત અથવા તેના કરતા વધારે ટાઇટલ જીતનાર પહેલો ખેલાડી બન્યો છે. સિનેરે બે ગ્રાન્ડ સ્લેમ, ઓસ્ટ્રેલિયન ઓપન અને યૂએસ ઓપનની સાથે જ ત્રણ માસ્ટર્સ 1000 એટીપી ખિતાબ જીત્યા છે.આ પહેલા 2016માં બ્રિટનના એન્ડી મરેએ નવ ટ્રોફી જીતી હતી. સિનેરની જોકોવિચ સામેની આઠ મેચમાં આ ચોથી જીત હતી.


  • Follow us on: