• 19 વર્ષની ઝેક ખેલાડી લીન્ડા વિશ્વમાં 35મો રેન્ક ધરાવે છે

  • મોન્ટેરી ઓપનની ફાઇનલમાં લીન્ડાએ લુલુ સુનને 7-6(6), 6-4થી પરાસ્ત કરી
  • લીન્ડા બે સપ્તાહ અગાઉ જ સિનસિનાટીમાં પહેલા રાઉન્ડમાં લુલુ સામે હારી ગઇ હતી

ટીનેજ ટેનિસ સ્ટાર લીન્ડા નોસ્કોવાએ શનિવારે મોન્ટેરીમાં પ્રથમ WTA ટુર ટાઇટલ જીતી લીધું હતું. મોન્ટેરી ઓપનની ફાઇનલમાં લીન્ડાએ લુલુ સુનને 7-6(6), 6-4થી પરાસ્ત કરી હતી.તેણી યુએસ ઓપન માટેની તૈયારી કરી રહી છે ત્યારે આ જીત તેના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કરશે. 19 વર્ષની ઝેક ખેલાડી લીન્ડા વિશ્વમાં 35મો રેન્ક ધરાવે છે.

લીન્ડા બે સપ્તાહ અગાઉ જ સિનસિનાટીમાં પહેલા રાઉન્ડમાં લુલુ સામે હારી ગઇ હતી. નોસ્કોવા હવે મંગળવારે યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં વિશ્વમાં 31મો રેન્ક ધરાવતી યુલીઆ પુટિન્સેવા સામે ટકરાશે. મોન્ટેરી ઓપનની ફાઇનલમાં લીન્ડાએ શરૂઆતમાં સુનની સર્વિસ બ્રેક કરી હતી પરંતુ ન્યૂઝીલેન્ડની ખેલાડીએ વળતી લડત આપતાં મેચને લેવલ કરી હતી અને પ્રથમ સેટની લડતને ટાઇબ્રેકર સુધી ખેંચી ગઇ હતી. એક કલાકની રમત બાદ લીન્ડાએ સુનની પાસેથી સેટ જીતી લેતાં પહેલાં બે સેટ પોઇન્ટ બચાવ્યા હતાં. ટાઇટલ વિજય બાદ નોસ્કોવાએ જણાવ્યું હતું કે હું આ રમતમાં બેસ્ટ મૂડ સાથે આવી ન હતી પણ તેનાથી ઘણું બધું બદલાયું, મારા માટે તે ગ્રેટ ટૂર્નામેન્ટ રહી છે.


  • Follow us on: