પેરિસ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે ત્રણ મેજર અપસેટ સર્જાયા હતા જેમાં રશિયન ખેલાડી ડેનિયલ મેડવેડેવ અને ટેલર ફિત્ઝના અભિયાનનો અંત આવી ગયો હતો. ટૂર્નામેન્ટમાં સ્વિસ ઇન્ડોર બાસેલ ખાતે રનર્સ-અપ બનેલા સ્થાનિક ખેલાડી આર્થર કાઝયુક્સે અમેરિકાના બેન શેલ્ટનને બીજો સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 6-3, 7-6 (7-4)થી હરાવીને દિવસનો પ્રથમ અપસેટ સર્જ્યો હતો. ત્યારબાદ જેક ડ્રેપરે પાંચમા ક્રમાંકિત ટેલર ફિત્ઝને 7-6 (8-6), 4-6, 6-4થી તથા મેડવેડેવને એલેક્સી પોપરિને 6-4, 2-6, 7-6 (4)થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. 2021ના યુએસ ઓપન ચેમ્પિયન મેડવેડેવે મેચમાં કુલ 14 ડબલ ફોલ્ટ કર્યા હતા અને તે સતત ત્રીજા વર્ષે પેરિસ માસ્ટર્સના બીજા રાઉન્ડમાં હારી ગયો છે. અન્ય મુકાબલામાં આઠમા ક્રમાંકિત ગ્રિગોર ડિમિટ્રોવે ઇચેવેલિને 7-6 (11-9), 6-3, 7-5થી, ત્રીજા ક્રમાંકિત એલેકઝાન્ડર ઝેવરેવેએ ગ્રિક્સપૂરને 7-6 (7-2), 6-3થી તથા નવમા ક્રમાંકિત એલેક્સ ડી મિનોરે કેમાનોવિચને 6-4, 7-6 (7-5)થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.



  • Follow us on: