• બીજી ટેસ્ટ : બાંગ્લાદેશને 184નો ટાર્ગેટ મળ્યો, વિના વિકેટે 42 રન બનાવ્યા

  • શાન મસૂદ (28), બાબર આઝમ (11), શકીલ (1) બનાવીને આઉટ થયા હતા
  • હસને 43 રનમાં પાંચ તથા રાણાએ 44 રનમાં ચાર વિકેટ હાંસલ કરી

હસન મહેમૂદની પાંચ વિકેટ અને નાહિદ રાણાની ચાર વિકેટની મદદથી બાંગ્લાદેશે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસેપાકિસ્તાનને બીજા દાવમાં 172 રનના સ્કોરે ઓલઆઉટ કરીને યજમાન ટીમને વ્હાઇટવોશના આરે ધકેલી દીધી હતી.

બાંગ્લાદેશને વિજય માટે 184 રનના ટાર્ગેટ મળ્યો હતો જેની સામે પ્રવાસી ટીમને રમતના અંતે વિના વિકેટે 42 રન બનાવી લીધા હતા અને તેને બીજા 143 રનની જરૂર છે. વરસાદ અને ઝાંખા પ્રકાશના કારણે વહેલી બંધ રખાયેલી રમતના સમયે તઓપનર સદમાન નવ તથા ઝાકિર હસન 31 રન બનાવીને રમી રહ્યા હતા.સવારના તબક્કામાં પાકિસ્તાને બે વિકેટે 12 રનના સ્કોરને આગળ વધારવાનું શરૂ કર્યું હતું અને ટૂંકા સમયમાં સ્કોર છ વિકેટે 81 રનનો થયો હતો. શાન મસૂદ (28), બાબર આઝમ (11), શકીલ (1) બનાવીને આઉટ થયા હતા. રિઝવાન (43) તથા આગા સલમાને (47) ઇનિંગને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. હસને 43 રનમાં પાંચ તથા રાણાએ 44 રનમાં ચાર વિકેટ હાંસલ કરી હતી.


  • Follow us on: