• સ્કોટલેન્ડના ભૂતપૂર્વ ડોમેસ્ટિક ક્રિકેટર જુસ્સો
  • ભૂતપૂર્વ ડોમેસ્ટિક ક્રિકેટર એલેક્સ સ્ટીલનો ક્રિક્રેટ ક્રેઝ
  • 83 વર્ષે ઓક્સિજન સિલિન્ડર સાથે ક્રિક્રેટ રમવા ઉતર્યા
ક્રિકેટના મેદાન પર એક અનોખી ઘટના જોવા મળી. સ્કોટલેન્ડના ભૂતપૂર્વ ડોમેસ્ટિક ક્રિકેટર એલેક્સ સ્ટીલ, 83 વર્ષની ઉંમરે પીઠ પર ઓક્સિજન સિલિન્ડર બાંધીને વિકેટ કીપિંગ કરતા જોવા મળ્યા હતા. એલેક્સ બીમાર છે, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે, પરંતુ ક્રિકેટનો એવો શોખ કે તેઓ ઓક્સિજન સિલિન્ડર લઈને મેદાનમાં ગયા.

ઓક્સિજન સિલિન્ડર સાથે વિકેટકીપિંગ કરી
ખરાબ રીતે બીમાર...શ્વાસ લેવામાં તકલીફ, ડૉક્ટરે જીવનનો સમયગાળો પણ એક વર્ષ માટે નક્કી કર્યો હતો. આમ છતાં હિંમત હિમાલય જેટલી ઉંચી હતી અને ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો એવો હતો કે તેમણે ઓક્સિજન સિલિન્ડર પીઠ પર બાંધીને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આ કહાની છે 83 વર્ષીય એલેક્સ સ્ટીલની, જેની ઓક્સિજન સિલિન્ડર સાથે વિકેટકીપિંગની તસવીરો વાયરલ થઈ રહી છે. તેને ત્રણ વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું કે હવે તેમની પાસે એક વર્ષનો સમય બાકી છે. એલેક્સ ફેફસાની ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યા છે. પરંતુ, 2023 માં, તે સ્થાનિક ક્લબ મેચમાં તેમની પીઠ પર ઓક્સિજન સિલિન્ડર સાથે વિકેટકીપિંગ કરતો જોવા મળે છે.


એલેક્સ સ્ટીલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે. તેમણે 1967માં ફર્સ્ટ ક્લાસમાં પ્રવેશ કર્યો હતો. પોતાની ટીમ માટે આઠ મેચ રમ્યા બાદ સ્ટીલે થોડો સમય ક્રિકેટમાંથી બ્રેક લીધો અને પછી 1977માં ફરી રમવા આવ્યો. તેમણે આગામી ત્રણ વર્ષમાં વધુ ત્રણ ફર્સ્ટ ક્લાસ મેચ રમી.

એલેક્સ સ્ટીલે 14 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી
વિકેટ કીપર બેટ્સમેન તરીકે એલેક્સે 14 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 24.84ની એવરેજથી 621 રન બનાવ્યા છે. એલેક્સે 2 અડધી સદી પણ ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 97 રન છે. એલેક્સે 11 કેચ અને બે સ્ટમ્પિંગ પણ લીધા હતા. 83 વર્ષની ઉંમરે, પીઠ પર લટકતા ઓક્સિજન સિલિન્ડર સાથે રમવા વિશે, તેણે કહ્યું, “હું બીમારી વિશે બિલકુલ વિચારતો નથી. સૌથી અગત્યનું આપણું વલણ છે. હું એવા લોકોને જાણું છું જેઓ જ્યારે તેમની સાથે કંઇક ખરાબ થાય છે ત્યારે પોતાને માટે દિલગીર હોય છે. પરંતુ મેં મારા માટે ક્યારેય એવું અનુભવ્યું નથી. મેં ક્લબ મેચમાં 30 ઓવર માટે વિકેટકીપિંગ કર્યું. હું તેના વિશે રોમાંચિત છું.

એલેક્સ સ્ટીલ જે ​​ફેફસાના રોગથી પીડિત છે, તેમાં સમય સાથે ફેફસાંની ક્ષમતા ઘટતી જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એલેક્સને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આમ છતાં ક્રિકેટનો ક્રેઝ ઓછો થયો નથી અને તેના ઉત્સાહમાં પણ કોઈ ઘટાડો થયો નથી.તે આગળ પણ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગે છે.
  • Follow us on: