• કેટરીના અને બારબોરાએ જાપાનની આઓયામા અને શિબહારાને 6-4, 6-3થી હરાવી

  • તેમના માટે સાતમો ગ્રાન્ડસ્લેમ મહિલા ડબલ્સનો ખિતાબ છે
  • તેમણે બન્ને સેટમાં શરૂઆતની ગેમમાં જ જાપાનની જોડીની સર્વિસ તોડી હતી

ચેક ગણરાજ્યની કેટરીના સિનિયાકોવા અને બારબોરા ક્રેઝિસકોવાએ રવિવારે ઓસ્ટ્રેલિયા ઓપન્સની મહિલા ડબલ્સની ફાઇનલમાં જાપાનની શુકો આઓયામા અને એના શિબહારાને 6-4, 6-3થી પરાસ્ત કરી ખિતાબ જીતી લીધો હતો. ચેક ગણરાજ્યની આ જોડીએ આ જીત સાથે ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ્સમાં પોતાના વિજય અભિયાનને 24 મેચ સુધી પહોંચાડી દીધું છે. આ તેમના માટે સાતમો ગ્રાન્ડસ્લેમ મહિલા ડબલ્સનો ખિતાબ છે. તેમણે બન્ને સેટમાં શરૂઆતની ગેમમાં જ જાપાનની જોડીની સર્વિસ તોડી હતી. ચેક ગણરાજ્યની જોડીએ પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન ઉપરાંત ફ્રેન્ચ ઓપન અને અમેરિકન ઓપનમાં મહિલા ડબલ્સનો ખિતાબ પણ જીતી લીધો હતો. આમ આ જોડીએ સતત બીજા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનનો મહિલા ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબી જીત બાદ સિનિયાકોવાએ જણાવ્યું હતું કે મેરી પાર્ટનર બારબોરાનો ખૂબખૂબ આભાર.


  • Follow us on: