• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે
  • ઈંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં થયું આગમન

ભારતની મેજબાની હેઠળ ICC વનડે વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ગત રનરઅપ ટીમ ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. જેને લઈ ઈંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં આગમન થયું છે. ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદ એરપોર્ટ પર આવી છે. જેથી ટીમને એરપોર્ટથી ગાંધીનગરની લીલા હોટલ લઈ જવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડની ટીમ પણ આજે આવશે અમદાવાદ

[[$googlead]]

ઈંગ્લેન્ડની ટીમ બાદ આજે ન્યૂઝીલેન્ડની ટીમનું પણ અમદાવાદમાં આગમન થશે. ન્યૂઝીલેન્ડની ટીમ માટે અલગ હોટલની વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ન્યૂઝીલેન્ડની ટીમને આશ્રમ રોડ પરની હયાત હોટલમાં રાખવામાં આવશે. આ બંને ટીમ અમદાવાદમાં 5 ઓક્ટોબરે આમને-સામને આવશે.

[[$alsoread]]

એરપોર્ટ પર ટીમના આગમન માટે બનાવાયો વિશેષ કોરિડોર

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે ટીમોના આગમન માટે વિશેષ કોરિડોર બનાવવામાં આવ્યો છે, ટીમને અમદાવાદના એરપોર્ટના જનરલ એવીએશન ટર્મિનલથી લઈ જવામાં આવશે. ટીમ માટે બસ સીધી જ રન વે સુધી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યાર સુધી આવી વ્યવસ્થા ચાર્ટર ફ્લાઈટના મુસાફરો, VVIP અને એર એમ્બ્યુલન્સ જેવી સેવા માટે જ ઉપયોગમાં લેવામાં આવતી હતી.

4 ઓક્ટોબરે તમામ કેપ્ટન અમદાવાદમાં હશે

વનડે વર્લ્ડકપ શરૂ થયાના 1 દિવસ પહેલાં એટલે 4 ઓક્ટોબરે વર્લ્ડકપ રમનારી તમામ ટીમના કેપ્ટન અમદાવાદમાં આવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ કેપ્ટન એક બીજાને મળશે અને વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટો સેશન કરશે. આ સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વર્લ્ડકપની પ્રથમ મેચ અને ફાઈનલ મેચ સહિત કુલ 5 મેચ રમવામાં આવશે.

અડધું સ્ટેડિયમ ખાલી રહેવાનો અંદાજ

એક અંદાજ મુજબ 1.10 લાખની ક્ષમતા ધરાવતું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ 50% ભરાય તેવી સંભાવના જોવાઈ રહી છે. મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ ખાતે યોજાનારી ભારત-પાકિસ્તાનની મેચ માટે ભારે ઉત્સુક્તા દર્શાવે છે. પ્રથમ મેચ માટે ટિકિટના ઓછામાં ઓછો દર 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આમ છતાં 50 ટકાથી ઓછી ટિકિટોનું વેચાણ થયું છે.

27 વર્ષ બાદ વર્લ્ડકપનો ઉદ્ઘાટન સમારોહ

અમદાવાદમાં 27 વર્ષ બાદ અમદાવાદમાં વર્લ્ડકપનો ઉદ્ઘાટન સમારોહ યોજાઈ રહ્યો છે. છેલ્લે વર્ષ 1996માં વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની મેચ અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ મેચમાં પણ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને આવી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમની 11 રને જીત થઈ હતી.

  • Follow us on: