ક્રિકેટની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનારી આગામી ઓલિમ્પિકમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે ક્રિકેટની રમત 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં પરત ફરી રહી છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે દરેક ક્રિકેટ પ્રેમીને ચોંકાવી દેશે. હકીકતમાં, ઇટાલીના એક શહેરે ક્રિકેટ રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.


ઈટાલીના શહેર મોનફાલ્કોનમાં ક્રિકેટ રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર નિર્ણય પર શહેરના મેયરનું નિવેદન બહાર આવ્યું છે. મેયરનું કહેવું છે કે કે ક્રિકેટમાં વપરાતા બોલ ખતરનાક છે અને તેનાથી કોઈને ઈજા થઈ શકે છે. આ સિવાય મેયરનું પણ માનવું છે કે પિચ બનાવવા માટે જગ્યા નથી. જો કોઈ આ શહેરમાં ક્રિકેટ રમતું જોવા મળશે તો તેને 100 યુરો પાઉન્ડ (દસ હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવશે.

શા માટે મૂકવામાં આવ્યો પ્રતિબંધ?

મોનફાલ્કોનમાં ત્રીસ હજારથી વધુ લોકો રહે છે અને તેમાંથી ત્રીજા ભાગના લોકો વિદેશી છે. તેમાંથી મોટાભાગના બાંગ્લાદેશી મુસ્લિમો છે. તેઓ 1990ના દાયકામાં વિશાળ ક્રૂઝ શિપ બનાવવા માટે શહેરમાં આવ્યા હતા. મોનફાલ્કોનના મેયર અન્ના મારિયા સિસિંટે કહ્યું છે કે તેઓએ તેમના શહેર અને ખ્રિસ્તી મૂલ્યોનું રક્ષણ કરવાની જરૂર છે. 'અમારો ઈતિહાસ ભૂંસાઈ રહ્યો છે. એવું લાગે છે કે હવે તેનો કોઈ અર્થ નથી. બધું ખરાબથી ખરાબ તરફ જઈ રહ્યું છે.

મેયરને મળી ધમકી

જો કે ક્રિકેટના પ્રતિબંધ નિર્ણય પાછળ બીજું કારણ પણ છે. વાસ્તવમાં મેયરને મુસ્લિમ વિરોધી માનવામાં આવે છે. તેણે શહેરના ચોકમાંથી બાંગ્લાદેશીઓ જે બેન્ચ પર બેસતા હતા તેને હટાવી દીધી છે. આટલું જ નહીં તે બીચ પર મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા પોશાક સામે પણ અવાજ ઉઠાવ્યો છે. આ પછી, તેને તેના વિચારો માટે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે.

  • Follow us on: