6 ઓગસ્ટે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં વાદળોની અવરજવર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ સવારે વરસાદની સંભાવના છે. જો કે મેચ દરમિયાન વરસાદની શક્યતા ઘણી ઓછી છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સાથે તાપ રહેવાની ધારણા છે. ભારતીય સમય અનુસાર, આ મેચ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. ટોસનો સમય સાંજે 7.30 વાગ્યાનો છે. આવી સ્થિતિમાં, ચાહકોને ગુયાનામાં સંપૂર્ણ મેચ જોવા મળશે.
ગુયાનાની પિચ કેવી હશે?
ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમના આ મેદાન પર અત્યાર સુધી 11 T20 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 123 રન રહ્યો છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી મેચોમાં પીછો કરતી ટીમ 5 વખત જીતી છે જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમ માત્ર 3 વખત જ જીતી શકી છે. પીચની વાત કરીએ તો અહીં બેટ્સમેનો માટે રન બનાવવાનું સરળ નથી. સ્વિંગ બોલરોને પિચમાંથી મદદ મળે તેવી પૂરી શક્યતા છે. આ પછી ધીમી પીચ પર પણ સ્પિનરોનો જાદુ જોવા મળી શકે છે.
બંને ટીમની પ્લેઈંગ 11
ભારત: શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડિઝ: કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, જોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (wk), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (c), જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હુસેન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સીરીઝ માટે ભારતીય ટીમ
ઈશાન કિશન (wk), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (vc), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક , અવેશ ખાન અને મુકેશ કુમાર.
ભારત સામેની T20 સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
રોવમેન પોવેલ (સી), કાયલ મેયર્સ (વીસી), જ્હોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હોસેન, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, ઓશાન થોમસ.