ભારતીય ક્રિકેટ ટીમના કિંગ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખુબ નામ કમાવ્યું છે. કોહલીનો જર્સી નંબર 18 છે. હવે કોહલીએ પોતાની 18 નંબરની જર્સીને લઇ એક મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ કહ્યું કે આ ફક્ત મારી જર્સી નથી. મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ પોતાની પ્રતિભાથી ઘણી મેચો જીતીને ભારતની જીતનો ઝંડો લહેરાવ્યો છે.


વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના IPLમાં RCB તરફથી રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના પણ જોવા મળી રહ્યા છે.


જર્સી નંબર 18 માત્ર મારો નથી...!

RCBની જર્સીમાં વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના 18 નંબરની જર્સી પર બોલતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીનો આ વીડિયો RCBની જાહેરાત છે. કોહલી આ વીડિયોમાં કહી રહ્યો છે કે જર્સી નંબર 18એ ઘણા રેકોર્ડ તોડ્યા છે, પરંતુ જર્સી નંબર 18 માત્ર મારી નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી જ વિરાટ કોહલી કહે છે કે આ જર્સી માત્ર મારી નથી, આ બોલ્યા પછી તરત જ સ્મૃતિ મંધાના વીડિયોની આગળની ફ્રેમમાં જોવા મળે છે.

વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાનાનો વીડિયો વાયરલ

વિરાટ કોહલી કહે છે કે આ જર્સી તેની છે જેણે ભારતનું સન્માન વધાર્યું છે અને તેના દેશને ગૌરવ અપાવ્યું છે. નોંધનીય છે કે તે આ વાત સ્મૃતિ મંધાના તરફ ઈશારાથી કહી રહ્યા હતા. વિરાટ કોહલીએ વીડિયોમાં વધુમાં કહ્યું કે હું અહીં દેશના નવા સિંહને પ્રોત્સાહિત કરવા આવ્યો છું. આ ક્રિકેટ સિઝનમાં અમારા નવા સિંહોની સાહસિક યાત્રાની ઉજવણી કરવા માટે અમારી સાથે જોડાઓ, શું તમે ગર્જના કરવા તૈયાર છો?

  • Follow us on: