- કોઈ દેશની નેશનલ ટીમને એસ્કોર્ટ કરાઈ હોય તેવી પ્રથમ ઘટના બની
- વિશ્વની 32 ટીમો કતાર પહોંચી ચૂકી છે
- એફ-1 ફાઇટર જેટ્સ દ્વારા પોલેન્ડની ટીમના વિમાનને એસ્કોર્ટ કર્યું
ફિફા વર્લ્ડ કપ ફૂટબોલની 22મી સિઝનનો કતારની યજમાનીમાં રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે જેના માટે વિશ્વની 32 ટીમો કતાર પહોંચી ચૂકી છે. વિશ્વ કપ પહેલાં ઘણી ટીમો તેના સ્ટાર ખેલાડીઓના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે અને દાવેદારી નોંધાવી રહી છે. જોકે પોલેન્ડની ફૂટબોલ ટીમ એક અલગ ઘટનાના કારણે ચર્ચામાં આવી છે. પોલેન્ડની નેશનલ ટીમને વિશ્વ કપ માટે રવાના થયા બાદ કતારના સુધીના માર્ગની અધવચ્ચે એફ-16 ફાઇટર જેટ્સ વિમાનો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી હતી.
હકીકતમાં એક મિસાઇલ હુમલામાં યૂક્રેનની સરહદ પાસે પોલેન્ડના એક ગામમાં બે લોકોનાં મોત થયા હતા. આ ઘટના બાદ એફ-1 ફાઇટર જેટ્સ દ્વારા પોલેન્ડની ટીમના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું. પોલેન્ડની ટીમના વિમાનની આસપાસ બે ફાઇટર જેટ્સ હતા જેનાથી તમામનું ધ્યાન આ ઘટના ઉપર કેન્દ્રિત થયું હતું. રોબર્ટ લેવાન્ડોવસ્કીના નેતૃત્વમાં પોલેન્ડની ટીમ 1986 બાદ પ્રથમ વખત મેગા ઇવેન્ટના નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.










