• બન્ને ટીમો સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે મેદાનમાં ઊતરશે

  • ક્રોએશિયા સામેના અગાઉ બન્ને મુકાબલામાં બ્રાઝિલે વિજય મેળવ્યો
  • ક્વાર્ટર ફાઇનલમાં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો

ફિફા વર્લ્ડ કપ 2022 અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે અને શુક્રવારથી ક્વાર્ટર ફાઇનલ મુકાબલા શરૂ થઈ જશે. શુક્રવારે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ રાત્રે 8:30 કલાકથી શરૂ થશે. ત્યારબાદ મોડી રાત્રે સ્વિર્ટ્ઝલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે મોડી રાત્રે 12:30 કલાકે બીજી ક્વાર્ટર ફાઇનલ રમાશે. ક્રોએશિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હોવાના કારણે તેની સામે વિજય મેળવવો બ્રાઝિલ માટે આસાન રહેશે નહીં. બન્ને ટીમો સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે મેદાનમાં ઊતરશે જેના કારણે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પણ પહોંચી શકે છે.


વર્લ્ડ કપમાં ત્રીજી વખત આમને-સામને

બ્રાઝિલ અને ક્રોએશિયા વર્લ્ડ કપમાં ઓવરઓલ ત્રીજી વખત આમને સામને થશે. બન્ને ટીમ રાઉન્ડ તબક્કામાં એકબીજા સામે રમી છે પરંતુ નોકઆઉટ રાઉન્ડમાં બન્ને પ્રથમ વખત એકબીજા સામે ટકરાશે. અગાઉના બન્ને મુકાબલા બ્રાઝિલે જીત્યા હતા. બ્રાઝિલે 2006માં 1-0થી તથા 2014માં 3-1ના સ્કોરથી વિજય હાંસલ કર્યો હતો. ક્રોએશિયા ટીમના કોમ્બિનેશન, રિધમ અને ખેલાડીઓના તાલમેલ વડે બ્રાઝિલને પડકાર ફેંકી શકે છે. ક્રોએશિયા માટે માર્સેલો બ્રોજોવિચ સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી બની શકે છે કારણ કે, તેણે મિડફિલ્ડમાં શાનદાર રમત દાખવીને અણીના સમયે ટીમને ગોલ કરવામાં ઉપયોગી ભૂમિકા ભજવી છે. બ્રોજોવિચ મેદાનના તમામ ખૂણાને કવર કરવાની ક્ષમતા ધરાવે છે અને કોસોવિચ તથા મોડ્રિચ જેવા મજબૂત મિડફિલ્ડર્સ સાથે તેને ફાયદો થશે. આ બંને ખેલાડી બોલને પાસિંગ કરીને હરીફ ટીમના ગોલબોક્સ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.


બ્રાઝિલિયન ટીમ ફેવરિટ

બ્રાઝિલ તેના સ્ટાર ખેલાડી નેમાર ઉપર વધારે મદાર રાખશે પરંતુ રિચાર્લીસનની ભૂમિકા વધારે મહત્ત્વની બનશે. રિચાર્લીસન ગજબનું ફિનિશિંગ કરે છે અને ટૂર્નામેન્ટ દરમિયાન તેણે ઉચ્ચ સ્તરીય રમતનું પ્રદર્શન કર્યું છે. ક્રોએશિયાના મિડફિલ્ડર બ્રાઝિલિયન સ્ટાર નેમારને કાબૂમાં રાખવાની રણનીતિ અપનાવશે તો આ સ્થિતિમાં રિચાર્લીસન એટેકની જવાબદારી અદા કરી શકે છે. મેચમાં બ્રાઝિલિયન ટીમ વિજય માટેની ફેવરિટ તરીકે રમશે.

  • Follow us on: