બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ફાસ્ટ બોલર મયંક યાદવ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. મયંક અને નીતિશ IPL 2024માં તેમના શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. ઘણા અઠવાડિયાથી ભારતીય ટીમમાં બન્નેના ડેબ્યૂની અફવાઓ ચાલી રહી હતી જે બિલકુલ સાચી સાબિત થઈ છે.


ભારતીય ક્રિકેટમાં 8 વર્ષ બાદ થયું આ કારનામું

ત્રણ મેચની T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સાથે ટકરાશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી આ મેચમાં મયંક યાદવ અને નીતિશ રેડ્ડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યા છે. મેદાનમાં આવ્યા વિના પણ મયંક-નીતીશનું ડેબ્યૂ યાદગાર બની ગયું છે. ભારતીય ક્રિકેટમાં કંઈક એવું બન્યું છે, જે બરાબર આઠ વર્ષ પહેલાં થયું હતું.

મયંક-નીતીશનું ડેબ્યૂ યાદગાર બની ગયું

IPL 2024માં પોતાની ફાસ્ટ બોલિંગથી તબાહી મચાવનાર મયંક યાદવ બાંગ્લાદેશ સામેની પ્રથમ T20માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે. મયંકની સાથે નીતિશ રેડ્ડીને પણ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મળ્યો છે. મયંક અને નીતિશ બન્નેની ઉંમર 23 વર્ષથી ઓછી છે. મયંકની ઉંમર 22 વર્ષ છે જ્યારે નીતીશની ઉંમર 21 વર્ષ છે. આઠ વર્ષ બાદ 23 વર્ષથી ઓછી ઉંમરના બે ખેલાડીઓ ભારતીય ક્રિકેટમાં એકસાથે ડેબ્યૂ કરી રહ્યા છે. અગાઉ આ કારનામું વર્ષ 2016માં થયું હતું, જ્યારે જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે સાથે ડેબ્યૂ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મયંક યાદવનું ડેબ્યૂ

બાંગ્લાદેશ સામેની સીરીઝ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયામાં મયંકની હાજરી એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતી વખતે તેણે સતત 150 kmphની સ્પીડથી બોલિંગ કરી હતી. જ્યારે તેણે 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો ત્યારે સમગ્ર ક્રિકેટ જગતમાં મયંકના વખાણ થવા લાગ્યા હતા. હવે સમગ્ર ભારતને આશા છે કે મયંક ટીમ ઈન્ડિયા માટે પણ સારી બોલિંગ કરશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનું ડેબ્યૂ

બીજી તરફ જો નીતિશ રેડ્ડીની વાત કરીએ તો તેને IPL 2023માં રમવાની ઘણી તકો મળી નથી. પરંતુ IPL 2024માં તેણે 13 મેચમાં બે અર્ધસદી સહિત 313 રન બનાવ્યા અને બોલિંગમાં 3 વિકેટ પણ લીધી. આક્રમક બેટિંગની સાથે તે ફાસ્ટ બોલિંગ પણ કરે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ગ્વાલિયરમાં રમાશે, બીજી મેચ દિલ્હીમાં 9 ઓક્ટોબરે અને શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. મયંકને ત્રણેય મેચમાં તક આપવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ રેડ્ડી, હાર્દિક પંડ્યા, રાયન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મયંક યાદવ.

  • Follow us on: