• ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાશે
  • આ મેચ રવિવારે કોલંબોમાં રમાવાની છે
  • વરસાદના કારણે મેચ હંબનટોટામાં શિફ્ટ થઈ શકે છે

એશિયા કપ 2023માં, ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાશે. આ મેચ રવિવારે કોલંબોમાં રમાવાની હતી. પરંતુ હવે તેની જગ્યા બદલી શકાય છે. વરસાદના કારણે મેચ હંબનટોટામાં શિફ્ટ થઈ શકે છે. એશિયા કપ 2023ના સુપર ફોરની ઘણી મેચો શિફ્ટ થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી છેલ્લી મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ શકી ન હતી.

વરસાદને કારણે સ્થાન બદલાઈ શકે છે

કોલંબો અને કેન્ડીમાં ભારે વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાયેલી ભારતની બંને મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી મેચમાં માત્ર એક જ ઈનિંગ રમાઈ શકી હતી, જ્યારે નેપાળ સામેની ભારતની મેચ પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.

હમ્બનટોટા રમાઈ શકે છે મેચ

માહિતી મુજબ, બ્રોડકાસ્ટ ઓપરેટરોને તેમની સુવિધાઓ હમ્બનટોટામાં ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું છે. હમ્બનટોટાએ હાલમાં વરસાદની કોઈ શક્યાતાઓ દેખાઈ રહી નથી. કોલંબોમાં રમાનાર પાંચ મેચ અને સુપર ફોરની ફાઈનલ હમ્બનટોટામાં રમાઈ શકે છે.

રિઝર્વ ડે માટે પ્રસ્તાવ

હમ્બનટોટાનું રાજપક્ષે સ્ટેડિયમ એશિયા કપના ઉદ્ઘાટન કાર્યક્રમનો ભાગ નહોતું. છેલ્લી ODI અહીં ઓગસ્ટમાં રમાઈ હતી જ્યારે અફઘાનિસ્તાને ત્રણ મેચોની સીરિઝની બીજી મેચમાં પાકિસ્તાનની યજમાની કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હોવાથી આ બંને દેશો વચ્ચેની આગામી મેચ માટે રિઝર્વ ડે રાખવાનો પ્રસ્તાવ પણ છે.

નોંધનીય છે કે એશિયા કપ 2023ની પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાને 238 રનથી જીત મેળવી હતી. આ પછી બીજી મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. ભારતે પોતાની બીજી મેચમાં નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું.

  • Follow us on: