• ભારતની મેન્સ તથા વિમેન્સ વર્લ્ડ TTના નોકઆઉટમાં

  • ગ્રૂપ-1માં ભારત ચાર મેચમાં ત્રણ વિજય સાથે બીજા ક્રમે રહ્યું હતું
  • મેન્સ ટીમે ન્યૂઝીલેન્ડને કોઇ પણ મુશ્કેલી વિના 3-0થી પરાજય આપ્યો હતો

ભારતીય મેન્સ તથા વિમેન્સ ટીમો વિરોધાભાસી વિજય મેળવીને વર્લ્ડ ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપના નોકઆઉટમાં પહોંચી ગઇ છે. ભારતીય વિમેન્સ ટીમે એક સમયે પાછળ રહ્યા બાદ શાનદાર પ્રદર્શન કરીને સ્પેન સામે 3-2થી રોમાંચક વિજય મેળવ્યો હતો. મેન્સ ટીમે ન્યૂઝીલેન્ડને કોઇ પણ મુશ્કેલી વિના 3-0થી પરાજય આપ્યો હતો. વિમેન્સમાં શ્રીજા અકુલા અને મનિકા બત્રા પ્રારંભિક બંને મેચ હારી ગયા બાદ અયહિકા મુખરજીએ વિજય સાથે ભારતને મેચમાં પાછું લાવી દીધું હતું. શ્રીજા મારિયા જિયાઓ સામે 9-11, 11-9, 11-13, 4-11થી તથા મનિકા સોફિયા જુઆન ઝાંગ સામે 13-11, 6-11, 8-11, 11-9, 11-7થી હારી ગઇ હતી. આ સમયે સ્પેન 2-0ની લીડ મેળવી હતી. અયહિકાએ ત્રીજી સિંગલ્સ મેચમાં એલ્વિરા રેડને 11-8, 11-13, 11-8, 11-4થી હરાવીને સ્કોર 2-1નો કર્યો હતો. મનિકાએ ચોથી સિંગલ્સમાં મારિયાને 11-9, 11-2, 11-4થી હરાવીને સ્કોર 2-2થી સરભર કર્યો હતો. શ્રીજાએ નિર્ણાયક મેચમાં ઝાંગ સોમ 11-6,11-13, 11-6, 11-3થી વિજય હાંસલ કરીને ભારતને 3-2થી જીતાડી દીધું હતું. ગ્રૂપ-1માં ભારત ચાર મેચમાં ત્રણ વિજય સાથે બીજા ક્રમે રહ્યું હતું.

મેન્સ કેટેગરીમાં વર્તમાન નેશનલ ચેમ્પિયન હરમીત દેસાઇ અને જી સાથીયાને પ્રારંભિક બે સિંગલ્સમાં અનુક્રમે ચોઇ તિમોથી અને આલ્ફ્રેડ પેના ડેલા સામે આસાન વિજય હાંસલ કર્યા હતા. હરમીતે 11-5, 11-1, 11-6થી તથા સાથિયાને ડેલાને 11-3, 11-7, 11-6થી હરાવ્યો હતો. માનુષ શાહે બે ગેમમાં પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને મેક્સવેલ હેન્ડરસનને 10-12, 6-11, 11-4, 11-8, 11-6થી પરાજય આપ્યો હતો. ગ્રૂપ-3માં ભારત સાઉથ કોરિયા અને પોલેન્ડ બાદ ત્રીજા ક્રમે રહ્યું હતું. 40 ટીમોમાં ભારત બંને કેટેગરીમાં નોકઆઉટમાં સ્થાન મેળવનાર 32 ટીમોમાં સામેલ છે.


  • Follow us on: