• T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની શરૂઆત 
  • ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે રમાશે મેચ 
  • T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો નવો યુગ 
ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે આજથી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે. જે ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગ્યા સુધીમાં રમાવાની શરૂ થઈ જશે. ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચેની આ પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. શુભમન ગિલની આગેવાની હેઠળની યુવા ટીમ નવો દોર શરૂ કરશે.
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ નિવૃતિ લઈ લીધી
ત્યારે IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કરનારા અભિષેક શર્મા અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આસામના રેયાન પરાગ આજની મેચથી ડેબ્યૂ કરશે. રોહિત અને કોહલી T20 ક્રિકેટમાં ઘણી દ્વિપક્ષીય શ્રેણીમાંથી નિવૃત થઈ ગયા છે અને હવે તેઓએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ નિવૃતિ લઈ લીધી છે.
ગાયકવાડ ત્રીજા નંબરે આવી શકે
કેપ્ટન શુભમન ગિલ આ ઇનિંગ્સની શરૂઆત કરશે. પણ આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડને તક મળે છે કે પછી અભિષેક શર્મા ડેબ્યૂ કરે છે તે જોવાનું રહેશે. જો અભિષેક ઇનિંગની શરૂઆત કરે છે તો ગાયકવાડ ત્રીજા નંબરે આવી શકે છે. પરાગ ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે, તેથી તેની પસંદગીની શક્યતાઓ વધારે છે. બોલિંગમાં અવેશ ખાન અને ખલીલ અહેમદનું રમવું નિશ્ચિત છે જ્યારે ડેથ ઓવરનો ખતરનાક બોલર મુકેશ કુમાર ત્રીજો ઝડપી બોલર હશે. દુબે આવે ત્યાં સુધીમાં વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.
ટીમમાં કોનો સમાવેશ કરાયો
ભારતની ટીમની વાત કરવામાં આવે તો શુભમન ગિલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન. , જીતેશ શર્મા , હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ ઝિમ્બાબ્વેની ટીમમાં સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કેઈયા, ક્લાઈવ એમ, વેસ્લી મેડવેરે, ટી મારુમાની, વેલિંગ્ટન મસાકાઝા, બ્રેન્ડન માવુથા, બ્લેસિંગ મુઝારાબાની, ડીયોન માયર્સ, ડીયોન માયર્સ. રિચાર્ડ અંગારાવા, મિલ્ટન શુમ્બાનો સમાવેશ કરવામાં આવ્યો છે.



  • Follow us on: