• એશિયા કપ પહેલા બેંગ્લોરમાં 6 દિવસીય કેમ્પ શરૂ કરશે
  • ટૂર્નામેન્ટ પહેલા ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
  • ટેસ્ટમાં ફેલ થતા ખેલાડીઓ થઈ શકે છે એશિયા કપમાંથી બહાર
એશિયા કપ 2023 પહેલા ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. જે ખેલાડીઓ ટેસ્ટ પાસ કરવામાં સક્ષમ નથી તેમના માટે તે મુશ્કેલ બની શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના તમામ ખેલાડીઓને આ ટેસ્ટ આપવી પડશે.

ખાસ ફિટનેસ ટેસ્ટ
ભારતીય ટીમ એશિયા કપ 2023 દ્વારા મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ પહેલા બેંગ્લોરની નજીક અલુરમાં 6 દિવસીય કેમ્પ શરૂ કરશે, જે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. એશિયા કપ રમતા પહેલા તમામ ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.

13 દિવસની ફિટનેસ રૂટિન આપવામાં આવી હતી
ખેલાડીઓ, જેઓ આયર્લેન્ડ પ્રવાસનો ભાગ ન હતા અને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પછી પરત ફરી રહ્યા છે, તેમને 13 દિવસની ફિટનેસ રૂટિન આપવામાં આવી હતી. હવે એશિયા કપની આખી ટીમ પરત ફરી છે. એક અહેવાલ મુજબ, તમામ ખેલાડીઓનું ફૂલ બોડી ચેકઅપ કરાવવું પડશે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં હાજર ફિઝિયો ખેલાડીઓની ફિટનેસની તપાસ કરશે અને જેઓ ફિટનેસ પાસ કરવામાં નિષ્ફળ જશે તેમને એશિયા કપમાંથી પણ બહાર પણ કરવામાં આવી શકે છે.

બીસીસીઆઈના અધિકારીએ ખેલાડીઓના ફિટનેસ પ્રોગ્રામ વિશે જણાવ્યું હતું કે, “આ ખેલાડીઓ માટે ખાસ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ આગામી બે મહિના સુધી ફિટ રહે. ટ્રેનરને ખબર પડશે કે કોણે પ્રોગ્રામ ફોલો કર્યો છે અને કોણે નથી કર્યો. આ પછી, ટીમ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે કે જે ખેલાડીએ કાર્યક્રમને ફોસો કર્યો નથી તેનું શું કરવું.

એશિયા કપ માટે એનસીએનો કાર્યક્રમ
  • ફિટનેસ રૂટિન એ ગતિશીલતા, ખભાની સંભાળ અને ગ્લુટ સ્નાયુઓ વિશે છે.
  • આ સિવાય ખેલાડીઓ તાકાત પર પણ ધ્યાન આપશે.
  • એનસીએએ દરેક ખેલાડી માટે ખાસ રૂટિન તૈયાર કરાયું છે
  • દરેક ખેલાડીએ ચોક્કસ માત્રામાં પ્રોટીન લેવું, સંપૂર્ણ જિમ સેશન લેવું, ચાલવું, દોડવું, પછી સ્વિમિંગ સેશન લેવું પડશે
  • વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓએ યોગ સેશનની સાથે 9 કલાકની ઊંઘ લેવાની
  • આ સિવાય NCAએ દરેક ખેલાડી માટે ખાસ ડ્રીલ તૈયાર કરી હતી.
  • Follow us on: