• 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ
  • પાકિસ્તાનની આ ખામી ઈન્ડિયા માટે વરદાન
  • પાકિસ્તાનની બોલિંગમાં સૌથી નબળી કડી

એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે. પાકિસ્તાન હાલમાં વનડેમાં વિશ્વની નંબર વન ટીમ છે. પરંતુ આ પછી પણ ટીમમાં ઘણી નબળાઈઓ છે. જો ભારતીય ટીમ આના પર ફોક્સ કરે તો તે આસાનીથી મેચ જીતી શકે છે.

એશિયા કપ 2023ની મોસ્ટ અવેઈટીંગ મેચ શનિવારે એટલે કે 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન ટકરાશે. આ મેચ કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બધાની નજર આ ગ્રુપ A મેચ પર છે. 2019ના વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ પહેલી વખત 50 ઓવરની ક્રિકેટમાં પાકિસ્તાન સામે ટકરાશે. બંને ટીમો માત્ર ACC અને ICC ટુર્નામેન્ટમાં જ ભાગ લે છે. આ કારણે ચાહકો આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં નેપાળને હરાવ્યું છે. જોકે પાકિસ્તાનની હજુ પણ ઘણી નબળાઈઓ છે. જો ટીમ ઈન્ડિયા તેના પર ધ્યાન આપે તો જીત લગભગ નિશ્ચિત થઈ જશે.

પાકિસ્તાનનો 5મો બોલર

પાકિસ્તાનની ટીમે મોહમ્મદ નવાઝને ટીમમાં 5માં બોલર તરીકે રાખ્યો છે. તેના કારણે જ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો પરાજય થયો હતો. પાકિસ્તાનની બોલિંગમાં તે સૌથી નબળી કડી છે. ભારતે નવાઝ પર જ ધ્યાન આપવું પડશે. પાકિસ્તાન પાસે છઠ્ઠા બોલર તરીકે ઈફ્તિખાર અહેમદનો વિકલ્પ છે. એટલે કે જો ટીમ ઈન્ડિયા 5મા બોલર પર હુમલો કરશે તો પાકિસ્તાન માટે મુશ્કેલ થઈ જશે.

નબળી મિડલ ઓર્ડર બેટિંગ

ઇફ્તિખાર અહેમદે નેપાળ સામે તોફાની સદી ફટકારી હતી પરંતુ પાકિસ્તાનના મિડલ ઓર્ડરની ટેસ્ટ હજુ ખતરનાક બોલિંગ સામે થવાની બાકી છે. અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં શરૂઆતની વિકેટ પડ્યા બાદ બેટ્સમેનોએ સંઘર્ષ કરવાનું શરૂ કર્યું હતું. મોહમ્મદ રિઝવાન વનડેમાં ટી-20 જેવું પ્રદર્શન કરી શકતો નથી. આઘા સલમાન પણ કોઈ છાપ છોડી શક્યા નથી. જો ભારત વહેલી વિકેટ લે છે તો પાકિસ્તાનની બેટિંગ ખુલ્લી પડી શકે છે.

પ્રેશરમાં રમી ન શકવું

પાકિસ્તાનની ટીમ પ્રેશરમાં હંમેશા વિખેરાય જાય છે. મોટાભાગની ભૂલો તેમના ફિલ્ડરો દ્વારા કરવામાં આવે છે. તેઓ સૌથી સરળ કેચ છોડે છે. તે ખોટા થ્રો કરીને રન આઉટ થવાની તક ગુમાવતા જોવા મળ્યો છે. ગત વર્ષે ટી-20 વર્લ્ડ કપની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનની ટીમ પ્રેશરનો સામનો કરી શકી ન હતી. જો ભારતીય ટીમ મેચની શરૂઆતમાં પ્રેશર સર્જશે તો પાકિસ્તાનની બચવાની ઉમ્મીદ પર પાણી ફેરવી શકે છે.

  • Follow us on: