• અફઘાનિસ્તાને વર્લ્ડકપમાં કર્યું શાનદાર પ્રદર્શન

  • વર્લ્ડકપના સેમીફાઈનલમાં અફઘાનિસ્તાન ન બનાવી શક્યું જગ્યા
  • રહેમાન ગુરબાઝે અમદાવાદમાં ગરીબોને આપ્ય રૂપિયા

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એક પછી એક અનેક ચેમ્પિયન ટીમોને હરાવીને તેણે બતાવ્યું છે કે, તે હવે કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમીફાઇનલની રેસમાં દોડી રહી હતી, પરંતુ અંતે તેણે છઠ્ઠા સ્થાને રહીને પોતાની સફર સમાપ્ત કરી છે. અફઘાનિસ્તાન ટીમને ભારતીય ફેન્સનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. સાથે જ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પણ ભારતના લોકોને ભરપૂર પ્રેમ આપ્યો છે. આનું એક દ્રશ્ય ગઈકાલે રાત્રે 3 વાગ્યે જોવા મળ્યું હતું. જેનો એક વીડિયો ગુપ્ત રીતે બનાવવામાં આવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગુરબાઝે ગરીબોને આપ્યા રૂપિયા

[[$googlead]]

અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે અમદાવાદના રસ્તાઓ પર રહેતા લોકો પાસે જઈને દિવાળીની ઉજવણી માટે રૂપિયા આપ્યા હતા. ગુરબાઝને તેની ઉદારતા માટે કોઈ પ્રચાર કરવાની જરૂર નહોતી. તેથી જ તે અમદાવાદના રસ્તાઓ પર રહેતા ગરીબ લોકો પાસે રાત્રે ત્રણ વાગ્યે એકલો ગયો હતો. બધા સૂતા હતા, માત્ર એક જ જાગ્યો હતો. ગુરબાઝે 500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબ લોકોની બાજુમાં મૂકી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. ગરીબ લોકો સવારે દિવાળીની ઉજવણી કરી શકે, તે માટે ગુરબાઝે રૂપિયા આપ્યા છે.

[[$alsoread]]

અમદાવાદ ગુરબાઝનું હોમ ગ્રાઉન્ડ

રહેમાનુલ્લા ગુરબાઝનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુરબાઝને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના સૌથી લોકપ્રિય ખેલાડી રાશિદ ખાન ઉપરાંત રહેમાનુલ્લા ગુરબાઝ પણ દર વર્ષે ઓછામાં ઓછા બે મહિના ભારતમાં રહે છે. તે IPLનો મહત્વનો ખેલાડી છે. તે ગુજરાત ટાઇટન્સ માટે પણ ક્રિકેટ રમી ચુક્યો છે અને અમદાવાદ ગુરબાઝનું IPLનું હોમ ગ્રાઉન્ડ હતું. જેથી ગુરબાઝને પણ અમદાવાદ સાથે ખાસ સંબંધ છે. જો કે, આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: