- IPLની 17મી સીઝન ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 16 મેચો રમાઇ
- RCBનો રેકોર્ડ જે 11 વર્ષથી તૂટ્યો ન હતો તે એક વર્ષમાં બે વાર તૂટ્યો
- RCBનો 263 રનનો રેકોર્ડ તોડ્યો હતો જે 11 વર્ષથી અતૂટ હતો
IPLની 17મી સીઝન ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 16 મેચો રમાઇ ચુકી છે. IPLમાં થોડા દિવસો પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે RCBનો 263 રનનો રેકોર્ડ તોડ્યો હતો જે 11 વર્ષથી અતૂટ હતો. આ એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો. હૈદરાબાદે એક ઇનિંગમાં 277 રન બનાવ્યા હતા. KKR પણ તે રેકોર્ડની ખૂબ નજીક આવી ગયું હતું. KKRએ દિલ્હી કેપિટલ્સ સામે 272 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. એટલે કે RCBનો રેકોર્ડ જે 11 વર્ષથી તૂટ્યો ન હતો તે એક વર્ષમાં બે વાર તૂટી ગયો. IPLની 17મી સિઝનમાં કંઈક એવું બન્યું છે જે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું ન હતું.
2 ટીમોએ શાનદાર રેકોર્ડ બનાવ્યો
IPL ઈતિહાસમાં 250નો આંકડો માત્ર 4 વખત જ પાર થયો છે. જ્યારે 17મી સિઝન સુધી સેંકડો મેચ રમાઈ ચૂકી છે. આ 4 પ્રસંગોમાંથી 2024 માં જ આવું બે વાર બન્યું. આ એક એવું પરાક્રમ છે જે પહેલાં ક્યારેય બન્યું ન હતું. IPLની સિઝનમાં આ પહેલા કોઈ ટીમે 250નો આંકડો બે વખત પાર કર્યો નથી. ચાલુ સિઝનમાં આવું બન્યું છે. આમોટા રેકોર્ડ બે ટીમોએ બનાવ્યો છે જેમના નામ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ છે.
IPL ઇતિહાસમાં ટોચના 5 સ્કોર
- SRH - 277
- KKR - 272
- RCB - 263
- LSG - 257
- RCB - 248
દરેક ટીમે હજુ લીગ રાઉન્ડમાં 14-14 મેચ રમવાની છે. ત્યારપછી પ્લેઓફ રાઉન્ડ શરૂ થશે અને ત્યારબાદ 17મી સિઝનની ફાઈનલ મેચ 26મી મેના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટ લગભગ 1 મહિનો અને 20 દિવસ સુધી ચાલવાની છે. આવી સ્થિતિમાં ચાહકોને ઘણા રેકોર્ડ તૂટતા જોવા મળી શકે છે. IPL પછી, વર્લ્ડકપ છે અને તેની ટીમની પસંદગી કરવાની છે, તો આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓ પોતાના 100 ટકા આપવા માંગે છે.