- ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે પરત ફરી
- ટીમ 4 દિવસથી બાર્બાડોસમાં અટવાઈ હતી
- ટ્રોફી સાથે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ
હવે ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ભારત પરત ફરી છે. જેમાં વરસાદના કારણે ટીમ ઈન્ડિયા છેલ્લા 4 દિવસથી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાને લાવવા માટે ભારતથી વિશેષ વિમાન મોકલવામાં આવ્યું હતું. ફ્લાઈટથી આવતી વખતે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ટ્રોફી સાથે ખૂબ જ મસ્તી કરી હતી. હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ટ્રોફી સાથે સેલિબ્રેશન કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો
BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટ્રોફીને અનબોક્સ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં રોહિત શર્મા, વિરાટ કોહલીથી લઈને જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે સુધીના દરેક હાથમાં ટ્રોફી પકડેલા જોવા મળે છે.
રોહિત શર્માની કેપ્ટન્સીનો અંત
ભારતીય પ્રશંસકો ICC ટ્રોફી જીતવા માટે ટીમ ઈન્ડિયાની 11 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. હવે ટીમ ઈન્ડિયામાં રોહિત શર્માની કેપ્ટનશીપનો અંત આવી ગયો છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતની ભવ્ય જીત બાદ ચાહકો ટી20 વર્લ્ડ કપની ટ્રોફી ભારત પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે ટીમ ઈન્ડિયા છેલ્લા 4 દિવસથી બાર્બાડોસમાં અટવાઈ હતી. હવે ચાહકોની આ રાહ પણ પૂરી થઈ ગઈ છે અને ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે પરત ફરી છે. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે ચાહકો દિલ્હી એરપોર્ટ પર રાહ જોતા જોવા મળ્યા હતા.
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત
T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના કારણે ફેન્સનું દિલ ચોક્કસપણે તૂટી ગયું છે. હવે આ બંને દિગ્ગજ ખેલાડીઓ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા નહીં મળે.