• T20 વર્લ્ડકપ 2024 સમાપ્ત થવા જઈ રહ્યો છે
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટાઈટલ મેચ રમાશ
  • ગેલે લો સ્કોરિંગ મેચોને લઇ મોટી વાત કહી

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડકપ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને શનિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટાઈટલ મેચ રમાવાની છે. બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ બાર્બાડોસમાં રમાશે. આ વર્લ્ડકપમાં આઈપીએલની સરખામણીમાં મોટા સ્કોરર જોવા મળ્યા ન હતા અને બોલરોનું વર્ચસ્વ બેટ્સમેન કરતા વધુ જોવા મળ્યું હતું. હવે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન અને T20 વર્લ્ડકપના એમ્બેસેડર ક્રિસ ગેલે ટૂર્નામેન્ટમાં ઓછા સ્કોરનું કારણ જણાવ્યું છે.

ડ્રોપ ઇન પિચના કારણે લો સ્કોરિંગ મેચ થઇ

ગેલે ટૂર્નામેન્ટના અમેરિકા લેગમાં લો-સ્કોરિંગ મેચોને પિચ પર દોષી ઠેરવ્યો જે ડ્રોપ-ઈન પછી સંપૂર્ણપણે તૈયાર ન હતી. ICC અનુસાર ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ડ્રોપ-ઇન પિચોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પિચો ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં તૈયાર કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2023માં ફ્લોરિડામાં લાવવામાં આવી હતી. ગેલે કહ્યું કે લાંબી ઉડાન બાદ પિચ જેટ લેગમાંથી બહાર આવી નથી. જેટ લેગનો સામાન્ય રીતે અર્થ થાય છે લાંબી ફ્લાઇટ અથવા મુસાફરીથી થાક, ગેલનું માનવું હતું કે ન્યૂયોર્કની પીચોમાં ડ્રોપ-ઇન પછી તૈયારી કરવા માટે પૂરતો સમય નથી. આ પિચોને ફ્લોરિડાથી ટ્રકની મદદથી ન્યૂયોર્ક લાવવામાં આવી હતી.

આ પીચો ટૂર્નામેન્ટ દરમિયાન બેટિંગ કરવા માટે મુશ્કેલ વિકેટોમાંથી એક સાબિત થઈ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ અંગે તેણે કહ્યું કે બાર્બાડોસનું મેદાન બેટિંગ માટે યોગ્ય છે. ગેલે કહ્યું કે, આ ટૂર્નામેન્ટમાં બાર્બાડોસ બેટ્સમેન માટે શ્રેષ્ઠ સ્થાન સાબિત થયું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફાઇનલમાં અહીં બેટ્સમેનો રન બનાવશે.

'આ લો સ્કોરિંગ વર્લ્ડકપ હતો'

ગેલે કહ્યું, તેમાં કોઈ શંકા નથી કે તે ઓછા સ્કોરિંગ વર્લ્ડકપ રહ્યો છે અને કેટલીકવાર વિકેટ પણ ધીમી રહી છે. આ બેટ્સમેનનું ફોર્મેટ છે, પરંતુ આ ટુર્નામેન્ટમાં બોલરોને સમયાંતરે ધાર મળી રહી છે. આ T20 વર્લ્ડકપમાં બોલરોનો ઘણો દબદબો રહ્યો છે. અમને વધુ સારી પિચો જોવાનું ગમશે. અમેરિકાની પીચો જેટ લેગ જેવી હતી. ઑસ્ટ્રેલિયાથી પિચો લાવ્યા પછી, પરિસ્થિતિને અનુરૂપ થવાનો સમય નહોતો. તેથી અમે કેટલીક ઓછી સ્કોરિંગ મેચો જોઈ.

ICCના કર્યા વખાણ

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ સુકાનીએ જોકે યુ.એસ.માં રમતને પ્રોત્સાહન આપવાના પ્રયાસો માટે ICCની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ICCએ શાનદાર કામ કર્યું. યુ.એસ.માં ટ્રોફીનો પ્રવાસ કરવો અને પછી ત્યાં મેચ યોજીને રમતનો પ્રચાર કરવો તે ખૂબ જ સરસ છે. તે ક્રિકેટને એવી જગ્યાએ લઈ ગયો જ્યાં ફૂટબોલ, બાસ્કેટબોલ અને બેઝબોલ ખૂબ જ લોકપ્રિય છે. તેઓએ માર્કેટિંગના દૃષ્ટિકોણથી ઉત્તમ કામ કર્યું છે.

  • Follow us on: