• આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં મેચ રમાશે
  • કાંગારૂ ટીમના મુખ્ય સ્પિનર ​​એડમ ઝમ્પા ઈજાગ્રસ્ત
  • ઝમ્પાની ઈજા ઓસ્ટ્રેલિયા માટે તે મોટો ફટકો સાબિત થઈ શકે છે

કાંગારૂ ટીમના મુખ્ય સ્પિનર ​​એડમ ઝમ્પા વર્લ્ડ કપ 2023માં ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. સ્વિમિંગ દરમિયાન તેમને ઈજા થઈ હતી. જો કે આ ઈજા બહુ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું નથી. પરંતુ જો ઝમ્પા આ ઈજાને કારણે આજની મેચમાં ગેરહાજર રહે છે તો ઓસ્ટ્રેલિયા માટે તે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

ઝમ્પા ઈજાગ્રસ્ત થયા વાસ્તવમાં, આજની મેચ ચેન્નાઈના ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. અહીં બંને ટીમો કાળી માટીથી બનેલી પીચ પર આમને-સામને થશે. અહીંની પિચ વિકેટ માટે ધીમી છે અને બોલને અહીં સારો ટર્ન મળે છે. એટલે કે આ વિકેટ સ્પિનરો માટે મદદરૂપ બની રહી છે. આવી સ્થિતિમાં એડમ ઝમ્પા ઓસ્ટ્રેલિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પરંતુ હવે ઈજાના કારણે તેના રમવા અંગે સસ્પેન્સ છે. જોકે, કેપ્ટન પેટ કમિન્સે કહ્યું છે કે તે આ મેચ રમવા માટે તૈયાર છે.

સ્વિમિંગ પુલની દિવાલ સાથે અથડાયા ઝમ્પા

પેટ કમિન્સે કહ્યું, 'ઝમ્પા સ્વિમિંગ પૂલની દિવાલ સાથે અથડાયા હતા. તેમની આંખો બંધ હતી. તેનને લાગ્યું કે તેઓ સીધા તરી રહ્યા છે. પરંતુ તે ખોટા હતા. તે પૂલની દિવાલ સાથે અથડાયા હતા. જોકે ઈજા બહુ ગંભીર નથી. થોડો સોજો છે. પરંતુ તે પહેલા કરતા સારા છે અને મેચમાં રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

બંને ટીમો ત્રણ-ત્રણ સ્પિનરો સાથે ચેપોકમાં પ્રવેશ કરી શકે છે.

સ્પિન-ફ્રેન્ડલી ચેપોક વિકેટને ધ્યાનમાં રાખીને, ભારતીય અને ઑસ્ટ્રેલિયન ટીમો પ્લેઇંગ-ઈલેવનમાં ત્રણ-ત્રણ સ્પિનરોનો સમાવેશ કરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સાથે કુલદીપ યાદવનો સમાવેશ થાય તે નિશ્ચિત માનવામાં આવે છે. બીજી તરફ તનવીર સંઘાને ઓસ્ટ્રેલિયન ટીમમાં એડમ ઝમ્પા અને ગ્લેન મેક્સવેલની સાથે તક આપવામાં આવી શકે છે. શક્ય છે કે ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ તનવીર સંઘાના સ્થાને માર્નેલ લાબુશેનને બોલિંગ સોંપી શકે. 

  • Follow us on: