• વિરાટના રૂમનો વીડિયો લીક કરનાર પકડાયો
  • હોટલ મેનેજમેન્ટ બહાર પાડ્યું નિવેદન
  • વિરાટ કોહલીની માંગી માફી

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના હોટલના રૂમનો વીડિયો સોમવારે સોશિયલ મીડિયા પર લીક થયો હતો. ત્યારબાદ વિરાટે પોતે જ તેને શેર કરતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે આ વીડિયો બનાવનારા લોકો ઝડપાઈ ગયા છે. જે હોટલમાં આ બધુ થયું તેના મેનેજમેન્ટે કડક વલણ અપનાવીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટી20 વર્લ્ડ કપ મેચ માટે પર્થમાં હતી.

પર્થના હોટેલ મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડ્યું છે. હોટેલનું નામ ક્રાઉન છે. તેના પ્રવક્તાએ કહ્યું કે આ ઘટનામાં સામેલ લોકોને હટાવી દેવામાં આવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમને ક્રાઉન પર્થ ખાતે એક મહેમાન સાથે સંકળાયેલી ગોપનીયતાની ઘટના વિશે માહિતી મળી છે." અમારા અતિથિઓની સુરક્ષા અને ગોપનીયતા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ ઘટનાથી અમે ખૂબ જ નિરાશ છીએ. અમે સામેલ મહેમાનની બિનશરતી માફી માંગીએ છીએ.

કોન્ટ્રાક્ટરને દૂર કર્યા

એક નિવેદન અનુસાર, 'અમે આવા વર્તન માટે 'ઝીરો ટોલરન્સ' નીતિનું પાલન કરીએ છીએ. આ અમારી ટીમના સભ્યો અને કોન્ટ્રાક્ટરો માટે નિર્ધારિત ધોરણોથી નીચે છે. ક્રાઉન હોટેલે આ માટે તાત્કાલિક પગલાં લીધાં છે. આમાં સામેલ વ્યક્તિઓને બાકાત રાખવામાં આવ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ તરત જ હટાવી દેવામાં આવ્યો હતો. આ સિવાય થર્ડ પાર્ટી સાથે મળીને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હોટેલ મેનેજમેન્ટે વધુમાં કહ્યું કે, 'અમે ભારતીય ક્રિકેટ ટીમ અને ICC સાથે પણ સહકાર આપી રહ્યા છીએ.'

ટીમ ઈન્ડિયા પર્થમાં હારી ગઈ હતી

ભારતીય ક્રિકેટ ટીમને પર્થમાં રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટની વર્તમાન આવૃત્તિમાં રોહિત શર્માના નેતૃત્વમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર હતી. ભારત હવે તેના ગ્રુપમાં નંબર-2 પર સરકી ગયું છે. ટીમ ઈન્ડિયાના 3 મેચમાં 4 પોઈન્ટ છે જ્યારે ટોપ રેન્કવાળી દક્ષિણ આફ્રિકાના એટલી જ મેચમાં 5 પોઈન્ટ છે. બાંગ્લાદેશ 4 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે, જ્યારે ચોથા નંબર પર ઝિમ્બાબ્વે (3 પોઈન્ટ) છે.

  • Follow us on: