રાવલપિંડીની પિચ બોલર્સ માટે કબ્રસ્તાન સમાન બની છે.


સુકાની બાબર આઝમે 168 બોલમાં 136 રન નોંધાવ્યા હતા

પાકિસ્તાને સ્ટમ્પના સમયે પ્રથમ દાવમાં સાત વિકેટે 499 રન બનાવી લીધા

ઇંગ્લેન્ડ અને યજમાન પાકિસ્તાન વચ્ચે રમાતી પ્રથમ ટેસ્ટ માટે રાવલપિંડીની પિચ બોલર્સ માટે કબ્રસ્તાન સમાન બની છે. મેચના ત્રીજા દિવસના અંતે બંને ટીમ તરફથી કુલ સાત સદી નોંધાઇ છે. ઇંગ્લેન્ડના 657 રનના જવાબમાં પાકિસ્તાને સ્ટમ્પના સમયે પ્રથમ દાવમાં સાત વિકેટે 499 રન બનાવી લીધા હતા. ત્રણ દિવસમાં 1100 પ્લસ રન નોંધાયા છે અને હજુ મેચના બે દિવસ બાકી છે અને પાકિસ્તાનના પ્રથમ દાવની ત્રણ વિકેટ બાકી છે. પાકિસ્તાનની ટીમ હજુ પણ 158 રન પાછળ છે. રમતના અંતે આગા સલમાન દસ તથા ઝાહિદ મહેમૂદ એક રન બનાવીને રમી રહ્યા હતા.

પાકિસ્તાનની ઇનિંગમાં ઓપનર અબ્દુલ્લાહ શફિકે 114 અને ઇમામ ઉલ હકે 121 રનની ઇનિંગ રમી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 225 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ સુકાની બાબર આઝમે 168 બોલમાં 136 રન નોંધાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે જેક લિચે 160 રનમાં બે તથા વિલ જેક્સે 132 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.


  • Follow us on: