- ભારત સામેની વન-ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, કમિન્સ સુકાની રહેશે
- સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ આ શ્રોણી દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછો ફરશે
- આ બંને ઉપરાંત ઝાય રિચાર્ડસનનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે
ભારત સામે રમાનારી ત્રણ વન-ડે મેચની શ્રોણી માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. 16 સભ્યની ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓનું પુનરાગમન થયું છે જેઓ ઇજાના કારણે કેટલાક સમયથી ટીમથી દૂર હતા. સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ આ શ્રોણી દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછો ફરશે. ઘૂંટણની ઇજાનો સામનો કરી રહેલા મિચેલ માર્શને પણ ટીમમાં સ્થાન અપાયું છે. આ બંને ઉપરાંત ઝાય રિચાર્ડસનનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. પેટ કમિન્સને વન-ડે ટીમનું પણ નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.
ડાબોડી ઓપનર ડેવિડ વોર્નર, સ્ટિવ સ્મિથ તથા માર્નસ લાબુશેન પણ આ સિરીઝમાં કાંગારું ટીમનો હિસ્સો રહેશે. મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષના અંતે ભારમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ પહેલાં આ શ્રોણી ઓસ્ટ્રેલિયન ટીમને પ્રેક્ટિસ માટેની શાનદાર તક પૂરી પાડશે. વર્લ્ડ કપ સાત મહિના દૂર છે અને ભારતમાં રમાનારી આ મેગા ઇવેન્ટ માટેની અમારી તૈયારીઓ પારખવાની તક મળશે. મેક્સવેલ, માર્શ તથા રિચાર્ડસન વર્લ્ડ કપ માટેની અમારી ટીમનો હિસ્સો બનશે તેવું અમને લાગી રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17મી માર્ચે મુંબઇ, 19મીએ વાઇઝેગ તથા 22મી માર્ચે ચેન્નાઇમાં વન-ડે મેચો રમાશે.










