• ત્રીજી T20 મેચમાં તિલકે 49 રન બનાવ્યા
  • 49 રન બનાવી પેલેલિયન પરત ફર્યો
  • અણનમ પરત ફરતા બનાવ્યો ખાસ રેકોર્ડ

પોતાની ડેબ્યૂ સિરીઝમાં અત્યાર સુધી તિલક વર્માનું બેટ જોરદાર બોલતું જોવા મળ્યું છે. તિલકે ત્રીજી T20 મેચમાં પણ અણનમ 49 રનની મહત્વની ઇનિંગ રમી હતી. તે સાથે જ તિલકે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના ક્લબમાં જોડાઈને અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સીરિઝની ત્રીજી મેચ ભારતીય ટીમે 7 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 83 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ તિલક વર્માએ ફરી એકવાર પોતાના બેટનો જોર બતાવ્યો અને અણનમ 49 રન બનાવ્યા. આ ઇનિંગ સાથે તિલક હવે એક એવી ખાસ ક્લબમાં પ્રવેશી ગયો છે, જેમાં ભારત તરફથી પહેલા માત્ર ગૌતમ ગંભીર, સુરેશ રૈના અને વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અણનમ પેવેલિયન પરત ફરનાર ખેલાડીના લિસ્ટમાં સામેલ

ત્રીજી મેચમાં તિલક વર્માએ 37 બોલનો સામનો કર્યો હતો અને 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઈતિહાસમાં તિલક વર્મા હવે 49 રનના વ્યક્તિગત સ્કોર પર અણનમ પેવેલિયન પરત ફરનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. ગૌતમ ગંભીર વર્ષ 2012માં આ યાદીમાં સામેલ થનાર પ્રથમ બેટ્સમેન હતો. અને સુરેશ રૈનાએ વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા સામે. જ્યારે વર્ષ 2022માં વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે અણનમ 49 રનની ઇનિંગ રમી હતી.

ટી-20 સીરિઝની અત્યાર સુધીની 3 મેચ બાદ તિલક વર્મા સૌથી વધુ રન બનાવવાના મામલે પણ પહેલા સ્થાન પર છે. જેમાં તેણે 69.50ની એવરેજથી 139 રન બનાવ્યા છે. તિલક સૂર્યકુમાર યાદવ પછી, તે તેની શરૂઆતની 3 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 30 થી વધુ રન બનાવનાર ભારતનો બીજો ખેલાડી બની ગયો છે.

વર્લ્ડ કપ ટીમ માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યો છે

તિલક વર્માએ અત્યાર સુધી પોતાની ડેબ્યૂ સીરિઝમાં જે આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કર્યું છે તે પછી તેણે આગામી ODI વર્લ્ડ કપ માટે ટીમમાં પોતાની જગ્યા માટે દાવો પણ કર્યો છે. ભારતીય ખેલાડી રવિ અશ્વિને પણ તિલકને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવાની ભલામણ કરી છે.

  • Follow us on: