• TNPL હરાજીમાં ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો
  • સાઇ કિશોરને 22 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો
  • TNPL T-20 લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચાહકો

TNPL હરાજીનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું. TNPL હરાજીમાં ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. ભારતીય ખેલાડી સાઈ કિશોર ટૂર્નામેન્ટ ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. ઘણી ટીમોએ સાંઈ કિશોરને ખરીદવામાં રસ દાખવ્યો હતો.

સાંઈ કિશોરને મળ્યા આટલા પૈસા

IPLમાં ગુજરાત ટાઇટન્સ માટે કમાલ કરનાર સાઇ કિશોરને 22 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. સંજય યાદવને પણ માત્ર 22 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. TNPLમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમને સારી રકમ ચૂકવવામાં આવી છે. આ યાદીમાં ટી નટરાજનનું નામ પણ સામેલ છે.

જાણો કઈ ટીમમાં કયા ખેલાડીઓ

ભારતમાં રમાનારી TNPL T-20 લીગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. TNPLમાં કેટલાક એવા ખેલાડીઓ હતા જેમના પર ટીમોએ બોલી લગાવી ન હતી. ચાલો TNPLની આઠ ટીમો પર એક નજર કરીએ અને જાણીએ કે દરેક ટીમમાં કયા ખેલાડીઓ જોડાયા છે.

ચેપોક સુપર ગિલ્લીઝ

બાબા અપરાજિત, અરુણાચલમ વી, અયપ્પન બી, નારાયણ જગદીસન, જીતેન્દ્ર કુમાર સીએચ, લોકેશ રાજ ટીડી, મથન કુમાર એસ, પ્રદોષ રંજન પોલ, રાહિલ શાહ, સિબી આર, સિલામ્બરાસન એમ, અભિષેક તંવર, અશ્વિન ક્રિસ્ટ એ, શાજહાન એમ, ડેરીલ એસ ફેરારીઓ ,પેરિયા.

ડીંડીગુલ ડ્રેગન

આદિત્ય જી, અફફાન ખાદર એમ, આર અશ્વિન, બુપતિ વૈશન કુમાર, ડીરાન વીપી, કિશોર જી, વરુણ ચક્રવર્તી, બાબા ઈન્દ્રજીત, સરથ કુમાર સી, શિવમ સિંહ, સુબોધ કુમાર ભાટી, વિમલ ખુમર આર, વિગ્નેશ પી, સંદીપ વારિયર.

સિચેમ મદુરાઈ પેન્થર્સ

આદિત્ય વી, અજય કે કૃષ્ણન, મુરુગન અશ્વિન, આયુષ એમ, ગુર્જપનીત સિંઘ, હરિ નિશાંત સી, જે કૌશિક, લોકેશ્વર એસ, રાહુલ ડી, શ્રી અબીસેક એસ, સરવનન પી, વોશિંગ્ટન સુંદર, સ્વપ્નિલ કે સિંઘ.

લાઇકા કોવાઈ કિંગ્સ

અતિક ઉર રહેમાન એમએ, દિવાકર આર, ગૌતમ થામરાય કન્નન કે, હેમચરણ પી, જાથવેધ સુબ્રમણ્યમ, એમ મોહમ્મદ, મુકિલેશ યુ, ઓમ પ્રકાશ કેએમ, રામ અરવિંદ આર, સચિન બી, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, એમ સિદ્ધાર્થ, સુજય એસ, જે સુરેશ કુમાર, કિરણ આકાશ એલ, વિદ્યુત પી, યુધિશ્વરન વી.

નેલ્લઇ રોયલ કિંગ્સ

જી અજિતેશ, અરુણ કાર્તિક, અરુણ કુમાર એસજે, ઈમેન્યુઅલ ચેરિયન બી, હરીશ એનએસ, કબિલન એન, લક્ષ્ય જૈન એસ, મોહન પ્રસાદ, નિદીશ રાજગોપાલ, હૃતિક ઈસ્વરન એસ, રોહન જે, સોનુ યાદવ, સુગેન્ધિરન પી, સૂર્યપ્રકાશ એલ.

આઇડ્રિમ તિરૂપ્પુર તમિઝાન્સ

અજીત રામ એસ, અનિરુદ્ધ સીતા રામ બી, ભુવનેશ્વરન પી, ગણેશ એસ, કરુપ્પુસામી એસ, મણિગંદન એસ, મોહમ્મદ અલી એસ, રાધાકૃષ્ણન એસ, તુષાર રહેજા, વિજય શંકર, આર સાંઈ કિશોર, ટી નટરાજ.

ત્રિચી ગ્રાન્ડ ચોલાસ

એન્થની ધાસ, અથિસયરાજ ડેવિડસન, ઇશ્વરન કે, ફ્રાન્સિસ રૉકિન્સ, ગંગા શ્રીધર રાજુ, ગોડસન જી, ઝફર જમાલ, મણિ બારાથી કે, રાજકુમાર કે, રાજકુમાર આર, વિનોદ એસપી, સંજય યાદવ.

સલેમ સ્પાર્ટન્સ

અભિષેક એસ, એમ ગણેશ મૂર્તિ, ગુરુ સાંઈ એસ, જગન્નાથ શ્રીનિવાસ આરએસ, કવિન આર, મોહમ્મદ અદનાન ખાન, સચિન રાઠી, સેલવા કુમારન એન, સની સંધુ.


  • Follow us on: